ડોમિનોઝ પીઝાના બોક્સ પાસે જીવાતનો વીડિયો વાયરલ થયો

અમદાવાદ, પીઝા ખાનારા સાવધાન થઈ જાઓ. ડોમિનોઝ પીઝા બોક્સની આસપાસ જીવાત ફરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના બાદ પીઝાના શોખીનોનો મોહભંગ થયો છે. અમદાવાદમાં ફાલુદા બાદ હવે ડોમિનોઝ પીઝા પાસે જીવાત નીકળતા ખાવાના શોખીનોએ સાવધ થવાની જરૂર છે.

લો ગાર્ડન ડોમિનોઝ પીઝાનો વિડીયો થયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે પિઝાના બોક્સની આસપાસ બહુબધી જીવતી જીવાતો ફરી રહી છે. અને આવા બોક્સમાં જ પીઝા પેક કરવામાં આવે છે. આટલી મોટી બ્રાન્ડ છતાં આટલી બેદરકાર. પિઝા પેક કરવાના ટેબલ પર જીવાતો ફરી રહી છે તો રસોડામાં કેવા દ્રશ્યો હશે ! રેસ્ટોરન્ટમાં પેસ્ટ કંટ્રોલ ના કરાવામાં આવ્યું હોવાથી આ પ્રકારની જીવાતો ફરતી જોવા મળે છે.

જાગૃત ગ્રાહક પવન કાપડિયાએ કરી કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને કહ્યું છે કે ગ્રાહકો પાસેથી જે પ્રમાણે પીઝા ના પૈસા લેવામાં આવે છે તે મુજબ સવસ આપવામાં આવી રહી નથી. જોનાની દુકાનોને દંડ તો મોટી બ્રાન્ડો સીલ કેમ નહિ તે સવાલ ?