ગોધરા સ્ટેશન રોડ ઉપર ધાર્મીક સંસ્થાના અશાંતધારાની મિલ્કતના દસ્તાવેજો જે તત્કાલીક પ્રાંત દ્વારા નામંજુર કરાયા હતા તે રીવીજન ફાઈલ પ્રાંત અધિકારી મંજુર કરશે કે કેમ ?

ગોધરા, ગોધરા સીટી ટીકા નં.2281/અ/વાળી મિલ્કતો મહાલક્ષ્મી માતા મંદિરની ટ્રસ્ટની ગોધરા શહેર રેલ્વે સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર આવેલી છે. આમ, જમીનો ઉપર ગોધરાના તેમજ હિન્દુ જાતિના વર્ષાબેન પટેલ તે પેટલાદના વતની છે અને ગોધરાના વર્ષાબેન વસંત ભગત જાતી આ મિલ્કતો ઉપર દર્શાવવામાં આવેલ છે. પરંતુ તેઓના અંગત તરીકે તેવા ભુમાફિયાઓ 1. સિદ્દિક યુસુફ છુગ્ગા, 2. ઈલ્યાસ અહેમદ સીંધી કુલમુખ્તયાર તરીકે ધાર્મિક જમીનોમાં ખુબ જ મોટા મોટા કોમ્પ્લેકસો બનાવેલ છે. જે મેન રોડ પોલીસ ચોકી નં.7 વાળા રેલ્વે સ્ટેશનના દરવાજા સામે આવેલા છે અને બીજો કોમ્પ્લેકસ ચોકી નં.6 વાળા બસ સ્ટેશનવાળા રોડ ઉપર બનાવવામાં આવેલ છે. આ બન્ને કોમ્પ્લેકસો મહાલક્ષ્મી માતા હિન્દુઓની પોતાની માલીકીની જમીનો છે અને કોઈપણ સંજોગોમાં ભાડાપટ્ટાના માલિકી દસ્તાવેજો કરી કરાવી અનેક દુકાનો સગાસંબધીઓને આપી દીધેલ છે અને જે તમામ પ્રકારની કાર્યવાહીઓ મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા જે તે સમયમાં ગેરરીતિઓ કરવામાં આવેલ છે. આ જમીનના ક્ષેત્રફળ 1725,7776 વાળીમાં ઈન્કવાયરી ઓફિસરના ઠરાવના આધારે સને 1936માં હકક પ્રાપ્તિના અશાંતધારાની રાહે ધારણ કરનાર મહાલક્ષ્મી માતાના વહિવટદાર રણછોડરાય મોયારામ જુના વહીવટદાર સી.સી.14.288/2 થી 14/288/24 એકત્ર થવાથી ધારણ કરનારનું વહિવટદાર તરીકે મંદિરમાં જમીનોમાં નામો દાખલ થયેલ છે અને આ મિલ્કતો ઉપર કોઈપણ મંજુરી વગર મોટા મોટા કોમ્પ્લેકસો ઉભા કરીને માતબર રકમો લઈ ધાર્મિક જમીનો વેચાણ દસ્તાવેજો કરી નાખેલ છે અને આ મિલ્કતો ઉપર અશાંતધારો લાગુ થયેલ છે. જે બાબતે વધુમાં અશાંતધાર હેઠળ તત્કાલીન સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ ગોધરા એન.બી.રાજપુત દ્વારા અશાંતધારા હેઠળ કેસ ચાલી અને તેઓ દ્વારા સંર્પૂણ અભિપ્રયોના આધારે અશાંતધારા હેઠળ નામંજુર કરેલ છે. કારણ કે, પોલીસ વિભાગના રેલ્વે તમામ પુરાવાના આધારે સંર્પૂણ પ્રક્રિયા બંધ કરેલ છે. જેમાં ગોધરા જંકશન મેન રોડના મુખ્ય માર્ગો છે. તે માર્ગો ઉપરથી તમામ નાતિ-જાતિના તેમજ હિન્દુ વિસ્તારમાં માર્ગો સુધી પહોંચવાના રોડ રસ્તાઓ અવરજવર છે. પરંતુ તત્કાલીન સબડીવીઝનલ મેજીસ્ટેટ પ્રાંત અધિકારી એન.બી.રાજપુત દ્વારા આ કોમ્પ્લેકસનો અશાંતધારો નાબુદ કરેલ હોવા છતાં મોટામાં મોટું કોમ્પ્લેકસ ઉભું કરી કરાવી અશાંતધારાનો ભંગ કરેલ જે બાબતે કાયદેસરની કાર્યવાહી થાય તેવી હિન્દુ સમાજની માંગો ઉઠવા પામેલ છે.

આમ, આ ભુમાફિયા 1. વર્ષાબેન વસંત ભગત દ્વારા તમામની તમામ ધાર્મીક મિલ્કતો 1. સિદ્દીકયુસુફ છુગ્ગા, 2. ઈલ્યાસ અહેમદ સીંધી જેઓ પંચમહાલ જીલ્લાના મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ તેમ નગર પાલિકા ચીફ ઓફિસરો દ્વારા નરજે દેખાઈ તેઓ કાયદાનો ભંગ કરેલ છે અને ટ્રસ્ટની મિલ્કતોમાં વેચાણ દસ્તાવેજો કરી મહાલક્ષ્મી માતાની જમીનોમાં તત્કાલીન સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકાી એન.બી.રાજપુત અશાંતધારો નામંજુર કરેલ હોવા છતાં ફરી પછી આ ભુમાફિયાઓ દ્વારા હાલના પંચમહાલ ગોધરા સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ગોધરા બદલાતાની સાથે ફરીથી અશાંતધારા હેઠળ ફાઈલ પરવીનસિંહ જેતાવટ પ્રાંતમાં દાખલ કરી હુકમ કરાવવાની પુરજોશમાં તૈયારીઓ કરેલ છે. જેથી ચગાવતા અંશાતધારાનો ભંગ થયેલ હોય તો તત્કાલીક બાંધકામ ગેરકાયદેસર હોય તો શરતભંગ અંગે કાર્યવાહી થાય તેવી હિન્દુ સમાજની પોતાની માલિકી મિલ્કતોની કાયદા અને કાયદેસરની રજુઆતો ઉઠવા પામેલ છે.