ડીએનએ ટેસ્ટ માટે રેપ પીડિતાઓના બાળકોના બ્લડ સેમ્પલ કલેક્ટ ન કરી શકાય : હાઇકોર્ટ

કોચ્ચી, કેરળ હાઈકોર્ટે ડીએનએ ટેસ્ટ માટે બળાત્કાર અને જાતીય ગુનાઓ અધિનિયમ (પોક્સો)થી બચેલા બાળકોના લોહીના નમૂના એકત્રિત કરવાના નિર્દેશ આપતા વિવિધ ટ્રાયલ કોર્ટના આદેશો પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે રેપ પીડિતાઓના બાળકોના બ્લડ સેમ્પલ એકત્રિત કરવા પ્રતિબંધ મૂક્તો આદેશ જારી કરી છે. તાજેતરમાં ઘણી કોર્ટ દ્વારા બળાત્કારના કેસને મજબૂત બનાવવા માટે પોક્સો અને બળાત્કાર પીડિતોમાં જન્મેલા બાળકોના ડીએનએ નમૂના એકત્રિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના આદેશો એડોપ્શન રેગ્યુલેશન્સ, ૨૦૨૨ ના રેગ્યુલેશન ૪૮ ની વિરુદ્ધ છે, જેમાં સામેલ તમામ એજન્સીઓ અને અધિકારીઓ દ્વારા દત્તક લીધેલા બાળકોના કિસ્સામાં રેકોર્ડની ગોપનીયતા જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. અહેવાલમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે’બળાત્કાર’ના ગુનાને વ્યાખ્યાયિત કરતી આઈપીસીની કલમ ૩૭૫ કે વિવિધ ફોજદારી કાયદામાં સુધારામાં બળાત્કારનો ગુનો સાબિત કરવા માટે બળાત્કારનો ભોગ બનેલા બાળકોના ડીએનએ ટેસ્ટ કરવાની કલ્પના કરવામાં આવી નથી.

આ કેસની તરફદારી કરી રહેલા વકીલે કહ્યું કે જે બાળકોને દત્તક લેવામાં આવ્યા છે અને પહેલેથી જ તેમના દત્તક લેનારા પરિવારો સાથે સારી રીતે ભળી ગયા છે તેમના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવાના આદેશો તેમની ભાવનાત્મક માનસિક સ્થિતિ પર અસર કરશે, અને દત્તક લેવા પાછળનો હેતુ પણ નિષ્ફળ થઈ શકે છે. એડવોકેટ મેનને એક અરજીના આધારે બળાત્કાર પીડિતાના બાળકના ડીએનએ પરીક્ષણની મંજૂરી આપતા સેશન્સ કોર્ટના આદેશને રદ કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી ઉદ્ભવેલી વિશેષ રજા અરજીને ધ્યાનમાં લેવાના સુપ્રીમ કોર્ટના ઇનકારનો પણ ઉલ્લેખ કર્યો છે.

વકીલની દલીલ બાદ હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે આઇપીસીની કલમ ૩૭૬ હેઠળના ગુનામાં પિતાની ઓળખની કોઈ સુસંગતતા નથી. જો તે બાળકનો પિતા ન હોય, તો શું તે બળાત્કાર ન ગણાય? અમે બાળકના ડીએનએ પરીક્ષણની મંજૂરી આપતા નથી. આ સાથે હાઈકોર્ટે એવું પણ કહ્યું કે રેપ પીડિતાઓના બાળકોના ડીએનએ ટેસ્ટની મંજૂરી ન આપી શકાય અને આ સંબંધિત તત્કાળ ફગાવી દીધી હતી.