ચેન્નાઇ,લોક્સભા ચૂંટણી ૨૦૨૪: ડીએમકેએ તેના મેનિફેસ્ટોમાં દરેક છોકરીને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે શ્રીલંકાના તમિલ નાગરિકોને ભારતીય નાગરિક્તા આપવામાં આવશે. દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) એ લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. લોક્સભા ચૂંટણી માટેના મેનિફેસ્ટોની સાથે પાર્ટીએ તમિલનાડુની ૨૧ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે.
૬૪ પાનાના મેનિફેસ્ટોમાં, એવું વચન આપવામાં આવ્યું છે કે તમિલનાડુમાં નાગરિક્તા સુધારો કાયદો (સીએએ) અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે નહીં. આ સિવાય શ્રીલંકાના તમિલોને ભારતીય નાગરિક્તા આપવા, દરેક યુવતીને માસિક ૧૦,૦૦૦ રૂપિયા આપવા અને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ ઘટાડવાની વાત કહેવામાં આવી છે. ભલે ડીએમકેએ લોક્સભા ચૂંટણી માટે ઢંઢેરો બહાર પાડ્યો હોય, પરંતુ મોટાભાગના મુદ્દા તમિલનાડુ સાથે સંબંધિત છે. આ ઉપરાંત, તે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે જે દેશભરના સામાન્ય લોકો સાથે સંબંધિત છે.
ડીએમકેએ વચન આપ્યું છે કે તમિલનાડુમાં નાગરિક્તા સુધારો કાયદો અને સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે નહીં.,વન નેશન વન ઇલેક્શન પહેલનો બહિષ્કાર,રાજ્ય સરકારોની સ્વતંત્રતા વધારવા માટે ભારતીય બંધારણમાં ફેરફારો,મુખ્યમંત્રીની સલાહ બાદ રાજ્યપાલની નિમણૂક,,રાજ્યપાલને સત્તા આપતી કલમ ૩૬૧ નાબૂદ કરવાની વાત.,ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ બનાવવાની વાત કરાઇ છે આ ઉપરાંત તમિલમાં કેન્દ્ર સરકારમાં ભરતી માટે પરીક્ષાઓ યોજવાનું વચન.,તિરુક્કુરલને રાષ્ટ્રીય પુસ્તક બનાવવાની વાત.,શ્રીલંકાના તમિલોને ભારતીય નાગરિક્તા આપવાનું વચન.,નવી શિક્ષણ નીતિ રદ કરવાની વાત.,દેશની દરેક સરકારી શાળામાં નાસ્તો આપવાનું વચન,દરેક યુવતીને માસિક ૧૦ હજાર રૂપિયા આપવાનું વચન.,તમિલનાડુમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૫૦૦ રૂપિયા ઘટાડવાનું વચન,૭૫ રૂપિયા પ્રતિ લીટરના દરે પેટ્રોલ,ડીઝલ ૬૫ રૂપિયા પ્રતિ લીટરના દરે આપવામાં આવશે
પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ ૩૯ બેઠકો પર મતદાન થવાનું છે. અહીં ડીએમકે વિપક્ષી ગઠબંધનનો હિસ્સો છે અને અનેક પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહી છે, ડીએમકેની સાથે કોંગ્રેસ સહિત અન્ય પ્રાદેશિક પક્ષો પણ છે. તમિલનાડુમાં ડીએમકે ૨૧ અને કોંગ્રેસ ૯ લોક્સભા સીટો પર ચૂંટણી લડી રહી છે આઇયુએમએલ,એમડીએમકે અને કેએમડીકેએ એક-એક સીટ જીતી છે. સીપીએમ,વીસીકે સીપીઆઇને બે-બે બેઠકો મળી છે.