
છેલ્લા 9 મહિનાથી કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઈ બાદ જો તમે પણ કોવિડ-19 વેક્સિનની રાહ જોઈ રહ્યાં છો તો તમારા માટે ખુશખબર આવ્યાં છે. આવનારા મહિના સુધીમાં કોવિડ-19 વેક્સિનના 10 કરોડ ડોઝ તૈયાર કરીને ભારતમાં આવી જશે. દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા આ પ્રોજેક્ટમાં બ્રિટનની Oxford Universityની પાર્ટનર છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દવા કંપની એસ્ટ્રાજેનેકાની સાથે મળીને આ વેક્સિનને ડેવલપ કરી રહી છે.
વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવશે કંપની
સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે, આ વેક્સિનના 100 કરોડ ડોઝ બનાવવામાં આવશે. જેમાંથી 50 કરોડ ડોઝ ભારતના લોકો માટે હશે. જેનું શરૂઆતનું ઉત્પાદન ભારત માટે હશે. આવનારા વર્ષની શરૂઆતમાં તેને અન્ય દક્ષિણ એશીયાના દેશોમાં મોકલવામાં આવશે. તેણે જાણકારી દેતા જણાવ્યું કે, અન્ય 50 કરોડ ડોઝ અન્ય દક્ષિણ એશિયાના દેશો માટે તૈયાર કરવામાં આવશે. નવી દિલ્હી અને Covaxની વચ્ચે થયેલા કરાર પર આધાર રહેશે.