દિવાળી પહેલા સોનાના ભાવમાં જોવા મળ્યો મોટો ઘટાડો

કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે શરાફા બજારમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ મંદી જોવા મળી રહી છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ ખાસ જાણી લેજો. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 474 રૂપિયા તૂટીને હાલ 60896 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 434 રૂપિયા તૂટીને હાલ 55781 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પણ 1340 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 70825 રૂપિયાની સપાટીએ જોવા મળે છે. 

ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.