દિવાળી પહેલા બોર્ડની પરીક્ષાને લઈને ફૉર્મ ભરવાની તારીખોનું એલાન, સાયન્સ-કોમર્સ દરેક સ્ટ્રીમને લાગુ થશે 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંની પરીક્ષાનાં ફોર્મ રેગ્યુલર ફી સાથે તા. 6.11.2023 થી તા. 15.12.2023 નાં રોજ બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે. તેમજ ધો. 12 નાં તમામ પ્રવાહનાં એટલે કે રેગ્યુલર, રીપીટર વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાનાં રહેશે.

શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફીમાં વધારા વિશે વિગતવાર વાત કરીએ તો ધોરણ 10ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી 40 સુધીનો વધારો કરાયો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ.655થી વધારી રૂ.665 કરાઈ છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે.

હવે રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.