દિવડાકોલોનીના ભુરીના મુવાડા શિક્ષકની બદલી અટકાવવા સ્થાનિકોની રજુઆત

દિવડાકોલોની, ડીટવાસના ભુરીના મુવાડા શાળા વર્ગમાં એક તરફ પ્રાથમિક શિક્ષકો આંતરીક બદલી કરવા ઓનલાઈન અરજી કરી શાળાઓ બદલી રહ્યા છે ત્યારે બદલી કરી અન્ય શાળામાં ગયેલા શિક્ષકને પરત લાવવા બદલી અટકાવવા ગ્રામજનો અરજી કરી રહ્યા છે. ભુરીના મુવાડા ગામ પ્રા.શાળામાં વર્ગમાં 18 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક ભેમોનીવાવના વતની પટેલ મહેશભાઈ શંકરભાઈએ તાજેતરમાં બદલી કેમ્પમાં પોતાની ઈચ્છા અને પસંદગી મુજબની ખાનપુર શાળામાં બદલી અંગેનો ઓર્ડર મળતા ભુરીના મુવાડા ગામલોકોને આ શિક્ષકની બદલી પસંદ નહિ પડતા શિક્ષકની બદલી અટકાવી પુન: ભુરીના મુવાડા ગામમાં પાછા મુકવા ઉચ્ચસ્તરે લેખિતમાં રજુઆતો કરેલ છે. આ શિક્ષકને ગામની શાળામાં જ રાખવા ગ્રામજનોએ તાલુકાકક્ષાએ પણ લેખિતમાં સહીઓ કરી રજુઆત કરીને આ શિક્ષકની બદલી બંધ રાખવા માંગણી કરી છે. દિવસોમાં મહેશભાઈ શિક્ષક અમારી સ્કુલ પર નહિ આવે તો સ્કુલની તાળાબંધી કરીશુ તેવી પણ ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે.