દીવા તળે અંધારૂ જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે, દે.બારીઆ શહેરના જુના પોલીસ સ્ટેશનની દિવાલની બાજુમાં ખુલ્લી ભુગર્ભ ગટરથી અકસ્માત થવાની ભિતી સેવાઈ છે ?

દે.બારીઆ, દે.બારીઆ શહેરમાં આવેલા જુના પોલીસ સ્ટેશનની દિવાલને અડીને જે સ્ટેટના સમયની ભુગર્ભ ગટર હતી તે સારી હતી પરંતુ જયારે ભુગર્ભ હાલની ગટરો બની ત્યારે આ જુની ભુગર્ભ ગટરની રિક્ધસ્ટ્રકશન કરાયુ હતુ પરંતુ તેને બંધ કરવામાં આવી ન હતી. તેના કારણે તેમાં ઉંદરોનો વસવાટ થયો છે. તથા નાના કુતરાના ગલુડીયાઓ પાણી પીવા માટે ખુલ્લી ગટરના ભાગથી જાય છે તો ફરી બહાર નીકળી શકતા નથી. જેથી ગલુડીયાઓના ગટરમાં મોત થતાં અને મોટા

ઉંદરોનો તો વસવાટ હોવાથી તેમના મૃત્યુ થતાં ભુગર્ભ ગટરમાંથી દુર્ગંધ ફેલાતી હોય આસપાસના રહિશોનુ રહેવુ મુશ્કેલ બન્યુ છે. તેમજ પાસે આવેલ તાલુકા કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને આ દુર્ગંધ મારતી ભુગર્ભ ગટરથી અભ્યાસમાં ખલેલ પડે છે. આ સંજોગોમાં કોઈ બાળક આ ખુલ્લી ભુગર્ભ ગટરમાં પડશે તો તેના માટે કોણ જવાબદારી લેશે તે પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ભુગર્ભ ખુલ્લી ગટરમાં 10 થી 15 દિવસ અગાઉ ગલુડીયુ મરી જતા તાલુકા શાળામાં અભ્યાસ લેતા બાળકોને દુર્ગંધના કારણે શ્ર્વાસ લેવો મુશ્કેલ હતો. અવર જવર કરતી આમ જનતા માટે પણ આ ખુલ્લી ગટર માથાનો દુ:ખાવા સમાન છે. આ ગટરને બંધ કરાય અને આરસીસીના ઢાંકણ બેસાડે તેના માટે મોૈખિક રજુઆતો કરવા છતાં તંત્ર જાણતુ નથી. દુર્ધટના થશે ત્યારે પાલિકાનુ તંત્ર જાગશે. ત્યારે મોડુ થઈ ગયુ હશે. અને પછી એકબીજાના ઉપર આરોપ લગાવવામાં આવશે. હાલમાં એક નાની બેદરકારીના કારણે વડોદરા શહેરમાં 12 થી વધુ ભુલકાઓની જાન ગઈ છે તે સોૈ જાણે છે. દુર્ધટના થાય તેના માટે દેશની ચોથી જાગીર સમય પહેલા પાળ બાંધવા માટે જાગો જાગો ની વારંવાર કહે છે. પાસેથી તાલુકા કુમાર શાળામાં ભણતો નાનુ બાળક આ ખુલ્લી ભુગર્ભ ગટરમાં ખાબકે તે અગાઉ આ ખુલ્લી ગટરને બંધ કરવામાં આવે તેવી આમ જનતાની અને વાલીઓની માંગ ઉઠવા પામી છે.