દિંવ્યાંગ સગીરા પર દાદાએ દુષ્કર્મ ગુજાર્યું ,માતા અને કાકીએ માફ કર્યા,અંતે વિદેશમાં રહેલા પિતાને જાણ થતાં ફરિયાદ નોંધાઇ

શહેરા, શિક્ષિત અને સભ્ય સમાજને શર્મસાર કરતો અને ચેતવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,જેમાં શહેરા તાલુકાના એક ગામની ૧૨ વર્ષ અને ૧૧ માસની મંદબુદ્ધિની સગીરા પર કૌટુંબિક ૫૮ વર્ષીય દાદા એ બળાત્કાર ગુજારતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ૧૨ વર્ષીય મંદબુદ્ધિની સગીરાની માતા અને તેણીની કાકી ગત ૨૨મી જુલાઈના રોજ ખેતરમાં ગયા હતા,અને સગીરાની કાકી વહેલી ઘરે આવતા સગીરા જે જુનાં ઘરે હતી ત્યાંથી પસાર થતાં સગીરાની કાકીએ બૂમાબૂમ કરતા ત્યાં સગીરાની માતા આવી પહોંચતા જણાવ્યું હતું કે કુટુંબી કાકા સસરા અને સગીરાના દાદા જુના ઘરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યા હતા,આથી કુટુંબી કાકા સસરાએ બંનેની માફી માંગતા હવેથી આવું કૃત્ય નહીં કરે અને જો કશું કરશો તો સમાજમાં ઈજ્જત જશે તેમ છતાં સગીરાના પિતા વિદેશ કામઅર્થે ગયેલા હોવાથી તેની માતાએ તેના સસરાને ઘટનાની જાણ કરતા કુટુંબીજનો ભેગા થયા હતા.

સગીરાની ઈજ્જત જાય તે હેતુથી પંચ ભેગું કરી પંચરાહે ફરિયાદ ન કરવાનો નિર્ણય લાવ્યો હતો,પરંતુ ત્યારબાદ સગીરાની માતાએ વિદેશમાં મજુરી કામઅર્થે ગયેલા તેણીના પતિને બનાવથી વાકેફ કરતા પોલીસ ફરિયાદ નોંધાવાનું કહેતા તા.૪ ઓગષ્ટ શુક્રવારની રાત્રિએ સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે પહોંચી દુષ્કર્મ આચરનાર તેણીના કાકા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને બળાત્કારની ફરિયાદ નોંધી આરોપી બળાત્કારી કાકા સસરાને ગણતરીના કલાકોમાં જ હસ્તગત કરી કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ તેના ટેસ્ટ બાદ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.