
- લોકો સન્માનપૂર્વક જીવન ગાળી શકે તે અર્થ મક્કમ ગુજરાત સરકાર.
મહીસાગર,
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વખતપુર ગામના દિવ્યાંગ પગી કાંતિભાઈના પિતા પગી બાબુભાઇ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, તેઓનો પરિવારમાં તેઓ સાત સભ્ય રહે છે અને તેઓ છુટક મજૂરી કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે.જ્યારે વાત લગ્નની આવે ત્યારે તેઓને ઘર ચલાવું પણ મુશ્કેલ બનતું હોઈ એવામાં તેમના દીકરાના લગ્ન કરવાનું તેઓ માટે વિચારવું પણ મુશ્કેલ હતું. એવામાં સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય મળતા તેઓનું ભારણ ઓછું થયું અને આ સહાય થકી તેમના દીકરા પગી કાંતિભાઈ કે જેઓ માનસિક બિમારી ધરાવે છે. તેઓ સમાજમાં સન્માન પૂર્વક લગ્ન કરી પોતાનું જીવન જીવી રહ્યા છે. આમ, સરકારની આ યોજના થકી તેઓની જિંદગીમાં ખુશહાલી આવી જેથી તેઓ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે.
દિવ્યાંગ હિતાર્થે બનાવેલ યોજનાઓમાં યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના દિવ્યાંગોને સમાજમાં ગૌરવ સાથે જીવન જીવે શકે તે હેતુથી અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનાનો લાભ જે છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોય તેમને, ફક્ત એક વાર (દંપતી દીઠ) મળશે. યોજના માટે અરજી લગ્ન થયાના બે વર્ષ સુધી કરી શકાશે.લગ્ન કરેલ દિવ્યાંગ વ્યકિતઓ બંને જુદા જુદા જિલ્લામાં રહેતા હોય તેવા કિસ્સામાં દંપતીએ લગ્ન પછી દિવ્યાંગ દંપતીના કાયમી રહેવાસી જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના લાભ માટે અરજી કરવાની રહેશે. અરજીને મંજૂરી આપતા જિલ્લાના જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારીએ અન્ય જિલ્લાના જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારીને જાણ કરવાની રહેશે કે અરજીને મંજૂરી મળી ગઈ છે. જો દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યની દિવ્યાંગ મહિલા સાથે લગ્ન કરે છે, તો દિવ્યાંગ પતિ-પત્ની બંને નિર્ધારિત પુરાવા રજૂ કરીને આ યોજનાનો લાભ મેળવવા માટે હકદાર બનશે. જો વિકલાંગ અરજદારે કોઈ અન્ય રાજ્યની દિવ્યાંગ મહિલા સાથે લગ્ન કરે છે, તો જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારીએ અરજદાર મહિલા પાસેથી બાંહેધરી લેવી પડશે કે સ્ત્રી લાભકર્તાને તેના રાજ્યથી દિવ્યાંગ લગ્ન સહાય યોજના પ્રાપ્ત થઈ નથી, દિવ્યાંગ લગ્ન સહાય યોજના નો લાભ 21 પ્રકારના દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવે છે.
દિવ્યાંગ યોજના અંતર્ગત, જ્યારે દિવ્યાંગ વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે છે, ત્યારે દંપતીના બંને શખ્સોને રૂ. 50,000- રૂ. 50,000 લેખે કુલ રૂ. 100,000 / – સહાય માટે જયારે દિવ્યાંગ વ્યક્તિના સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાના કિસ્સામાં રૂ. 50,000 આપવામાં આવે છે.
દિવ્યાંગ યોજના (divyang yojana) અંતર્ગત esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી છે. જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી પાસે ઓનલાઇન અરજીઓ ચકાસવાની અને સહાયને મંજૂરી આપવાની સત્તા છે.