દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તેવા ઉમદા હેતુથી ગોધરા ખાતે રેલીનું કરાશે આયોજન

ગોધરા,

‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ નિમિત્તે દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ગાંધી સ્મારક, ગાંધી ચોક, ગોધરા ખાતે તારીખ 03/12/2022ના રોજ સવારે 10 વાગ્યે જિલ્લા નાયબ નિયામક અને PWD નોડલ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા વયસ્ક મતદારોના વરદ્દહસ્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 90 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લેશે. આ રેલી ગાંધી ચોક, પાંજરાપોળ, ચિત્રા રોડ, વિશ્વકર્મા ચોક, સીટી બેંક, નગરપાલીકા, પાંજરાપોળ થઈને ગાંધી ચોક ખાતે વિસર્જન કરવામાં આવશે. સમગ્ર રેલીના આયોજનનું માર્ગદર્શન PWDનોડલ ઑફિસર અને PWD આસિસ્ટન્ટ નોડલ ઑફિસર થકી કરાશે, તેમ ગાંધી સ્પેશયલ બહેરા-મૂંગા વિધાલય ગોધરાના આચાર્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.