દિવસો થી ચાલી રહેલી વિવિધ અટકળોની સાથે ઉમેદવારોની આતુરતાનો અંત પંચમહાલ જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે ભાજપા એ નામોની જાહેરાત કરતાં કહીં ખુશી કહીં ગમ

  • ગોધરા નગર પાલિકાના ૧૧ વોર્ડ પૈકી માત્ર ૦૬ વોર્ડ માટે નામો ધોષિત.
  • ૨૪ પૈકી ૧૦ સભ્યોના પત્તા કપાયા : ૧૦ નવા ચહેરાઓને સ્થાન.
  • બે પૂર્વ સભ્યોના પુત્રો અને બે પૂર્વ સભ્યોને ટીકીટ ફળવાઈ.
  • ગોધરા નગર પાલિકામાં ગુ‚વારે ૭૮ ફોર્મ ઉપડવાની સાથે ૩૬ ફોર્મ જમા થયા.
  • પંચમહાલ જીલ્લા પંચાયતની તમામે તમામ ૩૮ બેઠકો ઉપર જુના ચહેરાઓ બદલાયા : નવાઓને તક.
  • ૦૭ તાલુકા પંચાયતની ચુંટણી માટે ઉમેદવારોની પણ ફેરબદલ.
  • ભાજપામાં અંદરખાને વિરોધ પરંતુ શિસ્તના મુદ્દે મૌન રહેવાનું મુનાસીબ માનતા અસંતુષ્ટો.
  • હજુ સુધી કોંગ્રેસ દ્વારા નામોની જાહેરાત ન કરાતા મતદારોમાં દ્વિધા.
  • નારાજગી ટાળવા માટે તૈયાર રહેવાની ખાનગીમાં કોંગ્રેસ આપેલી સુચના.

ગોધરા,આખરે પંચમહાલ જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે ભાજપા એ ઉમેદવારોના નામ જાહેર કરતા દિવસો થી ચાલી રહેલી વિવિધ અટકળોનો અંત આવવાની સાથે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. જીલ્લા પંચાયત, ગોધરા નગર પાલિકા,શહેરા નગર પાલિકા, ગોધરા તાલુકા સહિતની તમામ તાલુકા પંચાયતો માટે જાહેર થયેલી યાદીમાં ૩ ટર્મ, ૬૦ વર્ષની મર્યાદા, સીમાંકન રોટેશન પદ્ધતિ જેવા કારણોસર ચાલુ સભ્યોના પત્તા કપાયા છે. તેઓની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવતાં કહીં ખુશી કહી ગમ નો માહોલ રચાયો છે.

ગોધરા નગર પાલિકાની કુલ ૧૧ વોર્ડ પૈકી લધુમતી તથા વિવાદાસ્પદ નામો અંગે અંતિમ નિર્ણય નહીં લેવાતા છેવટે ગુ‚વારના રોજ ૬ વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કુલ- ૨૪ પૈકી ૧૦ સભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે. ૧૦ સભ્યોના પત્તા કપાયા છે. ૦૨ પૂર્વ સભ્યોના પુત્રને ટીકીટ આપવામાં આવી છે. ૦૨ પૂર્વ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. બાકીના યુવા ચહેરાઓને તક આપવામંા આવતા ભાજપાના યુવા પ્રમુખ દિપેશસિંહ ઠાકોર, જયપ્રકાશ ગંગારામ હરવાણી, કશ્યપભાઈ મુરલીઘર મુલચંદાણીનો સમાવેશ થાય છે. પાલિકાના કપાયેલા સભ્યોમાં રણજીતા મકવાણા, સંતોષભાઈ ભુરીયા, મુરલીચંદ મુલચંદાણી, વિદ્યાબેન હરવાણી, ચેતન સામતાણી, ગંગારામ હરવાણી, સંગીતાબેન રાણા, રાજેશભાઈ ચૌહાણ, ઈલેન્દ્રભાઈ પંચાય, દિપકભાઈ સોની કેટલાક સભ્યો વર્ષોથી સત્તા ભોગવી રહ્યા હતા. હજુ ૦૫ વોર્ડના ઉમેદવારો બાકી છે. જેમાં મોટાભાગના લધુમતી વિસ્તારનો સીમાંકન આવે છે. આગામી દિવસમાં જાહેરાત થનાર છે. એકાએક નામ જાહેરાત થવાની સાથે અંદર ખાનગી વિરોધ વંટોળ શરૂ થયો છે. પરંતુ ભાજપના શિસ્તના કારણે પક્ષ વિરૂદ્ધ જાહેરમાં ઉચ્ચારણ કરવાનું ટાળી રહ્યા છે. કપાયેલા ઉમેદવારોને મુંઝવણ સતાવી રહી છે કે હવે શું કરવું તો બીજી તરફ આગામી વોર્ડમાં કોના પત્તા કપાશે તે અગે લોકો અનેક નામો મૂકી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા હજુ સુધી નામોની જાહેરાત કરવામાં ન આવતાં એક કરતાં વધારે માંગણીકારો હોવાથી ટીકીટ કોને આપવી તે બાબતે ગડમથલ ચાલી રહી છે.

ભાજપે ઉમેદવારોના નામો જાહેર કરીને પત્તા ખોલી નાખ્યા છે. હજુ સુધી કોંગ્રેસનું અકળ મૌન ઉમેદવારો તથા ટીકીટ વાંચ્છુકોને અકળાવી રહયું છે. આ સ્થિતી વચ્ચે પસંદ પામેલા ઉમેદવારોને તૈયાર રહેવા ખાનગીમાં ટેલિફોનીક સુચનાઓ પાઠવી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આજે ગુ‚વારના રોજ ૭૮ ફોર્મ ઉપડવાની સાથે ૩૬ ફોર્મ જમા થયા હતા. આમ, અત્યાર સુધી ૩૨૧ જેટલા ફોર્મ ઉપડીને ૬૨ ફોર્મ ભરાતા આગામી દિવસમાં રાફડો ફાટે તો નવાઈ નહીં. હવે પંચમહાલ જીલ્લા પંચાયતની જાહેરાત તે સૌને અચંબામાં મૂકી દીધા હતા. કારણ કે, કુલ ૩૮ બેઠકો સમગ્ર જીલ્લાને આવરી લેતો વિસ્તાર છે. જેમાં અગાઉ સભ્ય રહી ચૂકેલા તમામ સભ્યોને નો રિપીટ થીયેરી મુજબ મેન્ડેટ નહીં આપીને પાર્ટીએ ‚ખસદ આપી છે. જોકે, અગામી સમયમાં તેઓને સંગઠનમાં સ્થાન આપવામાં આવનાર છે. કપાયેલ ટીકીટમાં ૦૩ પૂર્વ પ્રમુખ એવા રાજપાલ જાદવ, કેતુબેન દેસાઈ, રશ્મિકાબેન પટેલ, શાસક પક્ષના નેતા કકુલભાઈ પાઠક, ગોપાલભાઈ પટેલ, ખાતુભાઈ પગી, જસવંતસિંહ સોલંકી, સમરસિંહ પટેલ, પ્રમોદ નાગર તથા ધારાસભ્ય સુમનબેન ચૌહાણ તથા પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિતના અન્ય સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. તેઓના સ્થાને કામીનીબેન સોલંકી, અરવિંદસિહ પરમાર, રયજીભાઈ પરમાર, વિક્રમભાઈ ડીંડોરને મેન્ડેટ ફાળવવામાં આવ્યો છે.