મુંબઇ, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેના ભાઈ અરબાઝ ખાનના પ્રોડક્શન વેન્ચર ’પટના શુક્લા’ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દિવંગત અભિનેતા સતીશ કૌશિકનો છેલ્લો પ્રોજેક્ટ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સલમાન ખાન અને સતીશ કૌશિકે ઘણી વખત સાથે કામ કર્યું હતું. હવે ’પટના શુક્લા’ની સ્ક્રિનિંગ દરમિયાન, સલમાન ખાને તેના પ્રિય મિત્ર સતીશ કૌશિકને યાદ કર્યા અને તેના વિશે વાત કરતી વખતે તે ભાવુક જોવા મળ્યો.
સ્ક્રિનિંગનો એક વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં સલમાન સતીશ કૌશિક વિશે વાત કરતી વખતે ઈમોશનલ થતો જોવા મળ્યો હતો. પોતાનો પ્રેમ વ્યક્ત કરતા તેણે કહ્યું, ’સતીશ જી હજુ પણ અમારી સાથે છે, સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે તેમણે મૃત્યુ પહેલા દરેક પ્રોજેક્ટ પૂરા કર્યા હતા. તે ’ક્સિી કા ભાઈ ક્સિી કી જાન’માં પણ હતો.
તેમના મૃત્યુના થોડા મહિના પહેલા જ, સતીશ કૌશિકે ’પટના શુક્લા’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું અને તેણે ફિલ્મ પૂર્ણ થવાની જાહેરાત કરીને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આખા ’ખાન-દાન’ સાથેની એક તસવીર પણ શેર કરી હતી. જો કે દરેક ફિલ્મ સતીશની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાય છે. અભિનેતા કંગના રનૌત સાથે બહુપ્રતિક્ષિત ફિલ્મ ’ઇમર્જન્સી’માં પણ જોવા મળશે.
ફિલ્મ ’પટના શુક્લા’ ડિજિટલી રીલિઝ કરવામાં આવી છે. ફિલ્મમાં સતીશ કૌશિક કૌશિક જજની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં રવિના ટંડન લીડ રોલ કરી રહી છે. તે સતીશ કૌશિકની કોર્ટમાં તેનો કેસ લડે છે. ’પટના શુક્લા’ આજે શુક્રવારે ૨૯ માર્ચે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે.