મુંબઈ,
દિવંગત અભિનેતા દિલીપ કુમારની બહેન ફરીદા હોસ્પિટલમાં ભરતી થયા છે. દિલીપ કુમાર અને ફરીદાના ભત્રીજા તેમના દેખરેખ રાખી રહ્યા છે. જો કે, કથિત રીતે ફરીદાના ફેમિલીએ આ બાબતે મૌન ધારણ કર્યું છે. સાયરા બાનો પણ તેમને મળવા આવી રહ્યા છે. ફરીદા એક અઠવાડીયાથી મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ભરતી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દિલીપ કુમાર અને ફરીદાના ભત્રીજાનું નામ સાક્તિ છે. સાક્તિ મહબૂબ ખાનના પૌત્ર છે. સાક્તિ ઘણા દિવસથી ફરીદાનું ખૂબ યાન રાખી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સાયરા બાનોએ દિલીપ કુમારની બહેનનું હેલ્થ અપડેટ પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, તે સાજા થઈ રહ્યા છે અને તે એક મહાન શક્તિના સ્રોત છે. જો કે, તેમને શું થયું છે, તેને લઈને કોઈ જાણકારી મળી શકી નથી. આપને જણાવી દઈએ કે, સાયરા બાનોએ વર્ષ ૧૯૬૬માં ૨૨ વર્ષની ઉંમરે દિવંગત સુપરસ્ટર દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. રિયલ લાઈફ જોડી જ્વાર ભાટા, સગીના અને બેરાગ સહિત એક સાથે પાંચ ફિલ્મો કરી હતી. ગત વર્ષે દિલીપ કુમારના નિધન પહેલા આ કપલે ૫૬ વર્ષ એક સાથે વિતાવ્યા હતા. ન્યૂઝ એજન્સીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સાયરા બાનો જણાવે છે કે, તે દિલીપ સાહેબને ખૂબ યાદ કરે છે. તેમના વગર હવે પહેલાના માફક જન્મદિવસ પણ નથી ઉજવતા.