લોકડાઉન બાદ ફરી ટ્રેનોના રૂટો રાબેતા મુજબ કરવા અને હાલ જ્યારે દિવાળી જેવો તહેવાર નજીક આવતાં રેલ મંત્રાલય દ્વારા મુસાફરોની સગવડતાને ધ્યાને રાખી વધુ ટ્રેનો દોડાવવાના નિર્ણયો સાથે વધુ બે ટ્રેનોનું દાહોદમાં સ્ટોપેજ મળવાપાત્ર રહ્યું છે
- જેમાં ઝાંસી – બાન્દ્રા (ટ) સ્પેશીયલ ટ્રેન તેમજ ગાંધીનગર ભાગલપુર ગાંધીધામ સ્પેશીયલ ટ્રેન (સાપ્તાહિક) ટ્રેનનો સમાવેશ થાય છે.
- ઝાંસી – બાંન્દ્રા(ટ) ઝાંસી સ્પેશીયલ ટ્રેન તારીખ ૨૨મી ઓક્ટોબરને ગુરૂવારના રોજ થી ૨૭ નવેમ્બર સુધી ચાલશે.
આ સમયગાળા દરમ્યાન વિવિધ સ્ટેશનો પૈકી દાહોદ રેલ્વે સ્ટેશને આ ગાડી રતલામ થઈ દાહોદમાં સવારે ૦૬.૪૪ કલાકે આગમન અને બે મીનીટના રોકાણ બાદ ૦૬.૪૬ કલાકે દાહોદથી ઉપડશે જ્યારે ગાંધીધામ ભાગલપુર ગાંધીધામ સ્પેશીયલ ટ્રેન તારીખ ૨૩ ઓક્ટોબરથી તારીખ ૩૦ નવેમ્બર સુધી ચાલશે અને આ ટ્રેન રાત્રીના ૦૯.૩૮ કલાકે દાહોદ રેલ્વે સ્ટેશને સ્ટોપેજ લઈ બે મીનીટના રોકાણ બાદ ૨૧.૪૦ કલાકે ઉપડશે.