ડીટવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઈ એમ ટી પર ફરજ બજાવતા સુધાબેન 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

મલેકપુર, મહીસાગર પોલીસજીલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ ગામોમાં જેવા ડુંગરાળ વિસ્તારોમાં એક એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે મોટી રાઠ ગામના વ્યક્તિ આશાબેનને પ્રસુતિનો દુખાવો ઉપાડતા પરિવારજનોએ ડીટવાસ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. ત્યારે ડીટવાસ એમ્યુલન્સ પર ફરજ બજાવતા ઈ.એમ.ટી સુધાબેન ઠાકોર તથા પાયલોટ આશાબેનના ઘરે રવાના થયા હતા. આશાબેનને પ્રસુતિ માટે કોટેજ હોસ્પિટલમાં લઈ જવાના હતા. ત્યારે કોટેજ હોસ્પિટલ પહોંચતો રસ્તામાં જ આશાબેનને પ્રસુતિનો વધારે દુ:ખાવો ઉપાડતા સુધાબેન ઠાકોરે હેડ ઓફીસ ઉપર તેમના અધિકારી સાથે સંપર્ક કરી અને દુ:ખાવો વધારે ઉપડવાની જાણકારી આપી હતી. ત્યારે સુધાબેન ઠાકોરે એમના અધિકારીને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારે રસ્તામાં 108 એમ્બ્યુલન્સ ઉભી રાખી અને પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. ત્યારે આમ સુધાબેન ઠાકોરે આશાબેનને રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રખાવી અને પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બતાવ્યો હતો. ત્યારે પરિવારજનોએ પણ પાયલોટ અને ઈએમટી સુધાબેન ઠાકોરને લાંબા આયુષ્યનીના આશીર્વાદ આપ્યા હતા.