લુણાવાડા,
પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108ને પરીવારજનોએ કોલ કર્યો હતો. EMT સુધાબેન ઠાકોર પાયલોટ નિકુજ જોષી ધટના સ્થળે પહોંચ્યા હતા પછેરગામ માતાને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડતા રસ્તામાં પ્રસુતિનો વધુ દુખાવો ઉપડતા. EMT સુધાબેન ઠાકોર અને પાયલોટ નિકુંજ જોષી સ્થળ પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ડીટવાસ્ એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા EMT સુધાબહેન ઠાકોર ડીલેવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ કરેલ છે. ત્યારે પછેર ગામના પરીવારજનોએ ડીટવાસ એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા EMT સુધાબહેન ઠાકોર અને નિકુંજભાઈ જોષીનો પરીવારજનોએ લાંબા આયુષ્યના આર્શીવાદ આપ્યા અને આભાર માન્યો હતો.