નવીદિલ્હી,
કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને નવી સંપત્તિઓની ઓળખ કરવા જણાવ્યું છે જેથી તેને વેચી પૈસા ઉભા કરી શકાય અને આ વસ્તુ વેચી પૈસા ઉભા કરવાની પ્રક્રિયાને પાટા પર લાવી શકાય. વસ્તુ વેચી પૈસા ઉભા કરવાની ગતિ આ નાણાકીય વર્ષ માટેના બજેટ લક્ષ્યાંક કરતાં ઘણી ઓછી છે.
૩૧ માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૧.૬ લાખ કરોડના મહેસૂલ પ્રાપ્તિના લક્ષ્?યાંક સામે પ્રથમ સાત મહિનામાં વસ્તુ વેચી પૈસા ઉભા કરવાથી સરકારની આવક માત્ર રૂ. ૩૩,૪૪૩ કરોડ રહી છે. કેન્દ્રને હવે આશા છે કે, નવી સંપત્તિઓના વેચાણથી મહેસૂલ બજેટ અંદાજ કરતા વધારે ૧.૨૪ લાખ કરોડ રૂપિયા સુધી આવી જશે.
આ મામલા સાથે સબંધિત એક જાણકારે ઈ્ને જણાવ્યું હતું કે, રેલવે, ટેલિકોમ અને પેટ્રોલિયમ સહિતના ઘણા મંત્રાલયો એવા છે જે લક્ષ્?યથી ઘણા દૂર છે. તેમને આ દિશામાં ગતિ ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે. રેલવેને રૂ. ૩૦,૦૦૦ કરોડનો લક્ષ્?યાંક આપવામાં આવ્યો છે જ્યારે તેની આવકનો અંદાજ અત્યાર સુધીમાં રૂ. ૪,૯૯૯ કરોડની નજીક પહોંચી ગયો છે. ટેલિકોમ મંત્રાલયને રૂ. ૨૦,૧૮૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જ્યારે માત્ર રૂ. ૪,૭૦૦ કરોડની સંપત્તિનું વેચાણ જ પ્રક્રિયા હેઠળ છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ મંત્રાલયની કોઈપણ સંપત્તિનું વેચાણ કરી પૈસા ઉભા કરવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી.
આ જ પ્રમાણે પેટ્રોલિયમ મંત્રાલયને વસ્તુ વેચી પૈસા ઉભા કરી ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. ૯,૧૭૬ કરોડની આવકનો લક્ષ્?યાંક આપવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધીમાં તે રૂ. ૨૦૦૦ કરોડની નજીક પહોંચવામાં સફળ રહ્યું છે. જે મંત્રાલયો તેમના લક્ષ્યાંકને પૂર્ણ કરી શક્યા નથી તેમને નવી સંપત્તિની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલાને લગતા જાણકાર વ્યક્તિએ એમ પણ જણાવ્યું કે સરકાર આ સંબંધમાં મંત્રાલયો અને વિભાગોને એક માર્ગદશકા પણ મોકલી રહી છે. તેમના મતે આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે ઘણા મંત્રાલયો અને વિભાગોએ પહેલાથી જ ઓળખાયેલી ઘણી સંપત્તિઓનું વેચાણ કરી પૈસા ઉભા કરવાનું બંધ કરી દીધું છે.