મુંબઇ,ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ કોર્ટના અવમાનના કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી છે. આ પછી, કોર્ટે તેને આ કેસમાંથી નિર્દોષ જાહેર કર્યો છે, અને એવી સમજ આપી છે કે આવી ભૂલ ફરીથી ન થાય. વર્ષ ૨૦૧૮માં અગ્નિહોત્રીએ ભીમા કોરેગાંવ કેસમાં આપવામાં આવેલા નિર્ણય માટે જજ મુરલીધરની ટીકા કરી હતી. (દિલ્હી હાઈકોર્ટે બિનશરતી માફી માંગ્યા બાદ વિવેક અગ્નિહોત્રીને તિરસ્કારના કેસમાં છોડી મૂક્યો)
વર્ષ ૨૦૧૮ માં વિવેક અગ્નિહોત્રીએ એક જ ટ્વિટને રીટ્વીટ કર્યું હતું, જેમાં હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ. એસ. મુરલીધર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેઓ હાલમાં ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. આ પોસ્ટ ભીમા કોરેગાંવ કેસમાં આરોપી માનવાધિકાર કાર્યર્ક્તા ગૌતમ નવલખાની અટકાયત અને ટ્રાન્ઝિટ રિમાન્ડ રદ કરવાના જજ મુરલીધરના આદેશ વિશે હતી. જેના કારણે અગ્નહોત્રી સામે કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.