ડ્રગ્ઝ મામલામાં સામે આવેલા નામોમાં દીપિકા પદુકોણનુ નામ સામે આવતા NCBએ બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ સહિત 7ને સમન્સ મોકલ્યું હતું. અભિનેત્રીની 26 ડિસેમ્બરે આ મામલે પુછપરછ કરવામાં આવશે. દીપિકાએ NCBના સમન્સનો જવાબ આપતા જણાવ્યું કે, કાલે એટલે કે શુક્રવારે NCBની ઓફિસે નહી જાય, તે શનિવારે ઓફિસ પહોંચશે. ત્યારે આજે અભિનેત્રી દીપિકા પદુકોણ ગોવાથી મુંબઈ પહોંચી ગઈ છે. દીપિકા સાથે તેમના પતિ રણવીર સિંહ પણ છે. એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા છે. જ્યારે તેમના ઘરની બહાર પણ સુરક્ષા વધારવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, સુશાંત સિંહ રાજપૂત મોતના મામલા બાદ ડ્રગ્ઝ કનેક્શનમાં ઘણાં મોટા નામ સામે આવ્યા છે. આ વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપુરને NCBએ સમન્સ મોકલી પુછપરછ માટે NCBની ઓફિસે બોલાવવામાં આવ્યા છે. NCBએ આ અભિનેત્રીઓ સહિત 7ને સમન્સ મોકલ્યું છે. દીપિકા પદુકોણ સિવાય સારા અલી ખાન પણ મુંબઈ પહોંચી ચુકી છે. જેની NCB પુછપરછ કરશે.
ડ્રગ્ઝ કેસમાં દીપિકાની ચેટ સામે આવી હતી. એક કંપનીની મેનેજર કરિશ્માની સાથે દીપિકાની ડ્રગ્ઝ ચેટ સામે આવી હતી. ચેટમાં દીપિકા કરિશ્માને પુછી રહી હતી કે, માલ છે કે? ત્યારે હવે અભિનેત્રીએ આ મુદ્દે NCBના સવાલોના જવાબ આપવા પડશે.
NCBનું સમન્સ આવતાની સાથે જ દીપિકા પદુકોણે પોતાનાના પરિવારજનો અને લીગલ ટીમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત શરૂ કરી દીધી હતી. વકિલોની સલાહ લીધી. આ મામલે હજુ સુધી અભિનેત્રીની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. દીપિકાની સાથે NCBએ કરિશ્માને પણ સમન્સ મોકલ્યું છે. કરિશ્મા સાથે પણ ડ્રગ્ઝ કનેક્શન પર પુછપરછ થશે.
આ અગાઉ ગોવામાં પરિવાર સાથે રજા માણી રહેલી સારા અલી ખાન આજે સાંજના સમયે મુંબઈ પહોંચી ચુકી છે. સારાએ 26 સપ્ટેમ્બરે NCB સમક્ષ હાજર થવાનું છે. સારા પોતાની માતા અમૃતા સિંહ સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી.
સુશાંત સિંહ રાજપુતના મોતની તપાસમાં CBIની રડારમાં દિવંગત અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ આ નામોના ખુલાસા કર્યાં હતા. જે બાદ પુછપરછમાં એક પછી એક અનેક નામોનો ડ્રગ્ઝ કેસમાં સામે આવી રહ્યાં છે. આ કડીમાં NCB સતત બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના સમન્સ મોકલી રહ્યું છે.