વાવકુલ્લી ગામમાં માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો : બે મહિનામાં ત્રીજા બાળકનો કર્યો શિકાર.

તસ્વીર : યોગેશ કનોજીયા

વાવકુલ્લીમાં ગામમાં માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો : બે મહિનામાં ત્રીજા બાળકનો કર્યો શિકાર.

ઘોઘંબા તાલુકાના વાવકુલ્લીમાં માનવ ભક્ષી દીપડા દ્વારા વધુ એક પાંચ વર્ષની બાળકીનો શિકાર કર્યો છે. સાંજના સુમારે એકલતાનો લાભ લઇ ખુંખાર દીપડો જશોદા નામની બાળકીનો કર્યો શિકાર, જેની જાણ વન વિભાગ ને કરાતા ઘોઘંબા રેન્જ ફોરેસ્ટ અધિકારી એસ પી કટારા અને દામાવાવ પોલીસ સ્ટેશનના PSI નીલમ આર ડોઢિયા પોલીસ સ્ટાફ સહિત વન વિભાગની ટિમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા આવ્યા હતા.
વન વિભાગ દ્વારા તાત્કાલિક જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હજી પણ 5 વર્ષની બાળકી લાપાતા હોવાથી પરિવારમાં શોક સર્જાયો.

ઘોઘંબા વન વિભાગ આ માનવ ભક્ષી દીપડાનો પકડવામાં કેમ નિષ્ફળ નીવડે છે કે પછી અજી પણ બીજા આવાજ બાળકોના જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે તેમ લાગી રહ્યું છે.