ગુજરાતના ડિંગુચાના એક જ પરિવારના 4 સભ્યોના મોત કેસમાં તપાસ તેજ ગતિથી થઇ રહી છે. ગુજરાતના અલગ અલગ 29 સ્થળોએ ED વિભાગના દરોડા પડ્યા છે. મેક્સિકોના રસ્તે USમાં ગેરકાયદે માનવ તસ્કરી મુદ્દે EDએ મોટી કાર્યવાહી કરી છે. 21 ફેબ્રુઆરીએ શિકાગો પોલીસે હર્ષ પટેલ ઉર્ફે ‘ડર્ટી હેરી’ની ધરપકડ કરી હતી.
2022માં અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં 4 ગુજરાતીઓના મોતનો કેસમાં મોટી કાર્યવાહી કરવામમાં આવી છે. ડિંગુચા પરિવારના 4 સભ્યોના મોત કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ 29 સ્થળોએ ED વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
ગુજરાતના ડિંગુચાના એક જ પરિવારના 4 સભ્યોના મોત કેસમાં તપાસ તેજ ગતિથી થઇ રહી છે. ગુજરાતના અલગ અલગ 29 સ્થળોએ ED વિભાગના દરોડા પડ્યા છે. મેક્સિકોના રસ્તે USમાં ગેરકાયદે માનવ તસ્કરી મુદ્દે EDએ મોટી કાર્યવાહી કરી છે. 21 ફેબ્રુઆરીએ શિકાગો પોલીસે હર્ષ પટેલ ઉર્ફે ‘ડર્ટી હેરી’ની ધરપકડ કરી હતી. હર્ષ પટેલ પર માનવતસ્કરી સહિત અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવવાનો આરોપ છે.
આરોપી ‘ડર્ટી હેરી’ની બોબી પટેલ સાથે સંડોવણી હોવાની શક્યતા છે. બોબી પટેલની ગુજરાત પોલીસે ડિસેમ્બર 2022માં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બોબી પટેલનો જામીન પર છૂટકારો થયો હતો.
મહત્વનું છે કે વિદેશ જવાની લોકોની ઘેલછા એટલી હદે હોય છે કે કોઈપણ ભોગે તેમને અમેરિકા પહોંચવું હોય છે અને બસ આજ ઘેલછાનો અમુક એજન્ટો ગેરલાભ લઇ રહ્યા છે. લોકોને ગેરકાયદે પાસપોર્ટ, વિઝા કે અન્ય ડોક્યુમેન્ટ બનાવી અલગ અલગ રસ્તાઓ દ્વારા અમેરિકા પહોંચાડી રહ્યા છે.
આવો જ એક બનાવ જ્યારે ડીંગુચામાં સામે આવ્યો. જેમાં ગેરકાયદેસર અમેરિકા જતા ચાર લોકોના મોત થઈ ગયા હતા. જે બાદ તંત્ર અને સરકાર જાગ્યું હતું અને કબૂતરબાજીનું આખું રેકેટનો પર્દાફાશ થયો હતો. આ સમગ્ર મામલે અમદાવાદના સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને જે બાદ તેની તપાસ દ્વારા કરવામાં આવી હતી. કબુતરબાજીના માસ્ટરમાઇન્ડ એવા ભરત ઉર્ફે બોબી પટેલને એસએમસી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ તેનો વધુ એક માસ્ટરમાઈન્ડ ઘણા સમયથી ફરાર હતો. જોકે બાદમાં આ માસ્ટરમાઈન્ડ કેતન પટેલને પણ પકડી પાડવામાં આવ્યો હતો.