
મુંબઇ,આઇપીએલ ૨૦૨૩ની ૧૫મી મેચમાં એક રોમાંચક ક્ષણ જોવા મળી. આ ક્ષણ આરસીબી સાથે જોવા મળી હતી,ચાલો તમને જણાવીએ કે ખરેખર શું થયું? સોમવારે રાત્રે RCB લખનૌ સામેની મેચ છેલ્લા બોલ પર એક વિકેટથી હારી ગયું હતું. આરસીબી પાસે મેચ ટાઈ કરવાની સારી તક હતી પરંતુ વિકેટકીપર દિનેશ કાર્તિક બોલને યોગ્ય રીતે પકડી શક્યો ન હતો અને લખનઉ જીતી ગયું હતુ.

લખનૌની ટીમને છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી. અવેશ ખાન સ્ટ્રાઈક પર હતો. હર્ષલ પટેલે બોલિંગ કરી રહ્યો હતો અને બોલ વિકેટકીપર દિનેશ કાર્તિક પાસે ગયો. પરંતુ ઉતાવળમાં દિનેશ કાર્તિક બોલને યોગ્ય રીતે પકડી શક્યો ન હતો. બોલ તેના હાથમાંથી સરકી ગયો અને નોન-સ્ટ્રાઈકર રવિ બિશ્ર્નોઈએ રન પૂરો કર્યો. આ સાથે આરસીબી પોતાના ઘરે જ હારી ગયું.

હવે સવાલ એ છે કે દિનેશ કાર્તિકે કઈ ભૂલ કરી? દિનેશ કાર્તિક ભલે ૨૩૨ આઈપીએલ મેચ રમી ચુક્યો હોય, પરંતુ મોટા ખેલાડીઓ દબાણમાં આવી જાય છે અને આ ખેલાડી સાથે પણ કંઈક આવું જ બન્યું છે. દિનેશ કાર્તિક દબાણમાં બોલને યોગ્ય રીતે પકડી શક્યો નહોતો. આટલું જ નહીં, ઉતાવળમાં તે બોલ પર નજર રાખી શક્યો નહીં, જેના કારણે તે તેને યોગ્ય રીતે પકડી શક્યો નહીં. તેનું નુક્સાન આરસીબીને થયું હતું.

તમને જણાવી દઈએ કે આરસીબીની હારનું કારણ દિનેશ કાર્તિક કરતા તેના બોલર્સ વધુ છે. ૪ ઓવરમાં લખનૌની ટીમે ૨૩ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને આરસીબી પર વળતો પ્રહાર કર્યો અને આ ટીમનો એક પણ બોલર તેમને પરેશાન કરી શક્યો નહીં. સ્ટોઇનિસે ૩૦ બોલમાં ૬૫ રન અને નિકોલસ પૂરને ૧૯ બોલમાં ૬૨ રન ફટકાર્યા હતા. બંને બેટ્સમેનોએ મળીને ૧૨ સિક્સર અને ૯ ફોર ફટકારી હતી.

આરસીબીના બોલરોની વાત કરીએ તો હર્ષલ પટેલ અને કર્ણ શર્માએ રન આપવામાં કોઈ ક્સર છોડી ન હતી. હર્ષલ પટેલે ૪ ઓવરમાં ૪૮ રન આપ્યા, તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર ૧૨ રન હતો. જ્યારે કર્ણ શર્માએ ૩ ઓવરમાં ૪૮ રન આપ્યા હતા. તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર ૧૬ રન હતો. તે સ્પષ્ટ છે કે દોષ દિનેશ કાર્તિક કરતાં વધુ આરસીબી બોલરોની છે.