
નવીદિલ્હી,
દિલ્હી-એનસીઆરમાં વરસાદની મોસમ ચાલુ છે. આજે સવારે બદરપુર, આરકે પુરમ અને વસંત વિહાર સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બદરપુર મેટ્રો સ્ટેશન પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.
ઉત્તરાખંડના રૂદ્ર પ્રયાગમાં શુક્રવારે ભૂસ્ખલન થયું હતું. આ પછી ૨૦ લોકો ગુમ થઈ ગયા હતા. જિલ્લા પ્રબંધન અધિકારી નંદન રાજવરે જણાવ્યું કે ૩ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૧૭ લોકો હજુ પણ ગુમ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઘટનાસ્થળે જશે અને સ્થિતિનો તાગ મેળવશે. તે જ સમયે, ઉત્તરકાશી જિલ્લામાં, શનિવારે સવારે ગંગોત્રી હાઇવેનો ૬૦ મીટરનો ભાગ ખાડો પડી ગયો હતો.
દેશના ૧૮ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મયપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનનો સમાવેશ થાય છે. રૂદ્ર પ્રયાગમાં કેદારનાથ રોડ પર ભૂસ્ખલનથી ૩ દુકાનોને પણ નુક્સાન થયું છે. મંદાકિની નદી ઓવરલો થવાને કારણે ગુમ થયેલા લોકોના બચાવ કાર્યમાં મુશ્કેલી સર્જાઈ હતી.રૂદ્ર પ્રયાગમાં કેદારનાથ રોડ પર ભૂસ્ખલનથી ૩ દુકાનોને પણ નુક્સાન થયું છે. મંદાકિની નદી ઓવરલો થવાને કારણે ગુમ થયેલા લોકોના બચાવ કાર્યમાં મુશ્કેલી સર્જાઈ હતી.
જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, મય પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ર્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાંભારે વરસાદ પડશે જયારે છત્તીસગઢ, ઝારખંડમાં હળવો વરસાદ પડશે