બાંદ્રામાં દિલીપ કુમારના બંગલામાં બનેલું ટ્રિપ્લેક્સ ૧૭૨ કરોડ રૂપિયામાં વેચાયું છે. આ બંગલો ૯,૫૨૭.૨૧ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તે વેચવામાં આવ્યું છે, જ્યારે છર્ષ્ઠ ઈન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડે તેને ખરીદ્યું છે. રિયલ એસ્ટેટ પોર્ટલ મુજબ, આ ટ્રિપલેક્સ ત્રણ માળમાં ફેલાયેલું છે – ૯મી, ૧૦મી અને ૧૧મી. પ્રતિ ચોરસ ફૂટનો દર આશરે રૂ. ૧.૬૨ લાખ છે. એપાર્ટમેન્ટની નોંધણી માટે સ્ટેમ્પ ડ્યુટી ૯.૩૦ કરોડ રૂપિયા છે.
ગયા વર્ષે જ, દિલીપ કુમારના પરિવારે પાલી હિલ પ્લોટ પર વૈભવી રહેણાંક પ્રોજેક્ટ વિક્સાવવા માટે રિયલ્ટી ડેવલપર એશર ગ્રુપ સાથે જોડાણ કર્યું હતું, જે અગાઉ પીઢ અભિનેતાના બંગલાની જગ્યા હતી. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઉપરાંત, દિલીપ કુમારના જીવન અને મહત્વપૂર્ણ લક્ષ્યોને સમપત મ્યુઝિયમ પણ સ્થાપવાનું હતું. દિલીપ કુમારના વારસાને દર્શાવતું મ્યુઝિયમ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત હશે, જેમાં સરળ પ્રવેશ માટે અલગ પ્રવેશદ્વાર હશે.
’ધ લિજેન્ડ’ નામનો આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અશર ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેમાં ચાર અને પાંચ બીએચકે લક્ઝરી એપાર્ટમેન્ટ છે. તેમાં દિલીપ કુમારને સમપત ૨૦૦૦ ચોરસ ફૂટનું મ્યુઝિયમ પણ હશે. હકીક્તમાં, ૨૦૧૬ માં, દિલીપ કુમારે અશર ગ્રુપ સાથે વિકાસ કરાર કર્યો, જેણે આ લક્ઝરી પ્રોજેક્ટનો માર્ગ મોકળો કર્યો. ૨૦૨૩ માં ડેવલપરે જાહેરાત કરી કે તેઓ બિલ્ડિંગમાં ૧૫ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ બનાવશે. અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે આ પ્રોજેક્ટ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે.
દિલીપ કુમારના પાલી હિલ બંગલાને લઈને કેટલાક કાયદાકીય વિવાદો હતા. હકીક્તમાં, પરિવારે રિયલ એસ્ટેટ ફર્મ પર કાનૂની દસ્તાવેજો બનાવટી કરવાનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓએ મિલક્ત પર કબજો કરવાના ઇરાદાથી આવું કર્યું હતું. જો કે, ૨૦૧૭ માં, દિલીપની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ કહ્યું કે તેમને બંગલાની ચાવીઓ પાછી મળી ગઈ છે, જેનાથી વિવાદનો અંત આવ્યો.