- આ પ્રકરણમાં જયંત ભાનુશાલી પ્રકરણમાં ગાજેલી મનીષા ગોસ્વામીનું નામ આવ્યું છે.
ભુજ, કચ્છમાં દિલીપ આહીર યુવાન નામના યુવાને આત્મહત્યા કરી તે પ્રકરણ છેવટે હનીટ્રેપ હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં જયંત ભાનુશાલી પ્રકરણમાં ગાજેલી મનીષા ગોસ્વામીનું નામ આવ્યું છે. મનીષા ગોસ્વામી સહિત નવ આરોપી સામે હનીટ્રેપનો ગુનો નોંધાવ્યો છે. જયંત ભાનુશાળી પ્રકરણથી નામચીન થયેલી મનીષા ગોસ્વામી સામે અમદાવાદમાં પણ હનીટ્રેપનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. મનીષા ગોસ્વામી ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંત ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી છે.
આહીર યુવાનની આત્મહત્યાના આહીર સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેના પગલે આહીર સમાજે રેલી યોજી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. આહીર સમાજે આરોપ લગાવ્યો હતો કે કચ્છમાં સુખીસંપન્ન કુટુંબના યુવાનોને ટાર્ગેટ કરવા હનીટ્રેપ જેવા ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ધંધો ચાલી રહ્યો છે. ભૂજના ખાનગી હાઇલેન્ડ રિસોર્ટમાં હનીટ્રેપ કાંડના લીધે આહીર સમાજના દિલીપ આહીરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ કાંડના લીધે આહીર સમાજના લોકો એકઠા થયા હતા અને માધાપરથી ભુજ સુધી રેલી યોજી હતી અને વહીવટીતંત્રને આવેદન પાઠવી આકરા પગલાં લેવા જણાવ્યું હતું.
પોલીસ તપાસમાં તે વાતનો ઘટસ્ફોટ થયો હતો કે મનીષા ગોસ્વામી ફસાયેલા આહીર યુવક પાસેથી ચાર કરોડ રૂપિયા લેવા આયોજનબદ્દ રીતે કામ કરતી હતી. તે જેલમાં પણ એન્દ્રોઇડ ફોનનો ઉપયોગ કરતી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓ સાથે વોટ્સએપના માધ્યમથી વાત કરતી હતી.
કચ્છમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવીને આત્મહત્યા કરવા મજબૂર કર્યાના આરોપ સાથે આહીર સમાજે રેલી યોજી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતું. આહીર સમાજે આરોપ લગાવ્યો હતો કે કચ્છમાં સુખી સંપન્ન પરિવારના યુવાનોને ટાર્ગેટ કરવા હનીટ્રેપ જેવા ઓર્ગેનાઈઝ ક્રાઈમનો ધંધો ચાલી રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે ભૂજના ખાનગી હાઈલેન્ડ રિસોર્ટમાં હનીટ્રેપનો મામલો બન્યો હતો. આ કાંડના કારણે સમાજના દિલીપ આહીર નામના યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.. આ કાંડને લઇને આજે આહીર સમાજના લોકો એકઠા થયા અને માધાપરથી ભૂજ સુધી રેલી યોજી પ્રશાસનને આવેદન પાઠવ્યુ હતુ.
આંચકાજનક વાત તો એ છે કે આ કાંડમાં મનીષા ગોસ્વામી જ એકમાત્ર યુવતી નથી. બીજી ત્રણ યુવતી પણ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં આગળ જતાં તેમના પણ નામ ખૂલી શકે છે. આ કડીઓ જોડવામાં આવે તો તેના અનેક છેડા બીજા ક્યાંય નીકળી શકે છે. તેથી પોલીસે તપાસ વધુ સઘન બનાવી છે.