દિલ્હીની એક શાળામાં સગીર વયની છોકરીના યૌન ઉત્પીડનની ઘટના.

kalingatv.com

નવીદિલ્હી,
દિલ્હીની એક શાળામાં સગીર વયની છોકરીના યૌન ઉત્પીડનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે શાળાના ૩૩ વર્ષીય એક કર્મચારીની ધરપકડ કરી છે. ચિરાગ દિલ્હી લાઇઓવરની નજીક પંચશીલ એક્ધ્લેવમાં સ્થિત આ પ્રસિદ્ધ શાળાના કર્મચારી પર સાડા ત્રણ વર્ષ (૩ વર્ષ અને ૬ મહિના)ની માસૂમ છોકરી પર યૌન ઉત્પીડનનો આરોપ છે. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી.

પોલીસે જણાવ્યું કે હૌજ ખાસ પોલીસ સ્ટેશનને આ સંબંધમાં જાણકારી મળી હતી કે શાળામાં છોકરીનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું છે. ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલીસ અધિકારીઓ શાળાએ પહોંચ્યા અને પીડિતા તેમજ તેની કાકી સાથે મુલાકાત કરી. પોલીસે જણાવ્યું કે, આરોપી કર્મચારી શાળામાં પુરુષો માટે બનેલા બાથરૂમમાં સાફ સફાઈનું કામ કરતો હતો. પીડિત છોકરીએ પોતાની માતાને ઘટના બાબતે બતાવતા કહ્યું કે, જ્યારે હું બાથરૂમ જાઉ છું તો સફાઈવાળા અંકલ જુએ છે અને તેણે મારો રેપ કર્યો.’

પોલીસે કહ્યું કે, આ ઘટનામાં ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૬, ૩૭૭ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. એ સિવાય પોસ્કો એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ ઘટનાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં મહિલા આયોગના કાઉન્સિલરે પણ છોકરી અને તેની માતાના નિવેદન નોંધવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીએ એક અઠવાડિયા સુધી માસૂમ છોકરીનું યૌન શોષણ કર્યું હતું.

તો રાજસ્થાનના ભીલવાડામાં ગેંગરેપ, હત્યા અને ત્યારબાદ ભઠ્ઠામાં જીવતી સળગાવવાની ઘટના સામે આવી છે. જેને લઈને હોબાળો ચાલી રહ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરોપીઓએ ઘટનાને એ સમયે અંજામ આપ્યો જ્યારે છોકરી બકરીઓ ચરાવવા ગઈ હતી. આ ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. પોલીસે ભલે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હોય, પરંતુ ઘટનાનો પૂરી રીતે ખુલાસો કર્યો નથી.