દિલ્હીના 6 મંદિરો પર વક્ફ બોર્ડે દાવો કર્યો, લઘુમતી પંચના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

વક્ફ બોર્ડને લઈને દેશમાં હોબાળો ચાલી રહૃાો છે. એક તરફ વક્ફ બોર્ડ સંબંધિત બે સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ જેપીસીની રચના કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જેપીસીની ચાર બેઠકો થઈ ચૂકી છે. આ દરમિયાન ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાં જેપીસીએ વકફ સુધારા બિલ પર સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. બીજી તરફ વકફ બોર્ડની જમીન પચાવી પાડવાના રાજકારણનો પણ પર્દાફાશ થઈ રહૃાો છે. તાજો મામલો દિલ્હીનો છે. જેમાં વક્ફ બોર્ડે દિલ્હીના છ મંદિરો પર પોતાનો દાવો રજૂ કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે આમાંથી કેટલાક મંદિરો વકફ બોર્ડની રચના પહેલાના છે.

દિલ્હીના 6 મંદિરો પર વક્ફ બોર્ડના દાવાઓ અલ્પસંખ્યક આયોગના રિપોર્ટ દ્વારા બહાર આવ્યા છે. આ રિપોર્ટ વર્ષ 2019માં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના ઘણા મંદિરો વક્ફ બોર્ડની જમીન પર બનેલા છે. આ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ કહેવામાં આવે છે.

આ પહેલીવાર નથી જ્યારે વક્ફ બોર્ડે કોઈ હિંદુ જમીનને પોતાની માલિકીનો દાવો કર્યો હોય, થોડા દિવસો પહેલા વક્ફ બોર્ડે બિહારમાં 90% હિંદુઓ ધરાવતું એક આખું ગામ પોતાનો હોવાનો દાવો કર્યો હતો. તેણે પટનાથી 30 કિલોમીટર દૂર ગોવિંદપુર ગામને પોતાનું ગણાવ્યું હતું. ગોવિંદપુર ગામની વસ્તી લગભગ 5 હજાર છે અને અહીં 95% હિંદુઓ વસે છે. ગોવિંદપુરના સાત ગ્રામજનોને વકફ નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ગામને પોતાનું હોવાનો દાવો કરી રહેલા વકફને પણ જગ્યા ખાલી કરવા માટે સમયમર્યાદા આપી છે.

રિપોર્ટ્સ અનુસાર દેશમાં વકફ પ્રોપર્ટીની ગણતરી કરીએ તો 2006માં જ્યારે 1.2 લાખ એકર વકફ પ્રોપર્ટી હતી, 2009માં તે વધીને 4 લાખ એકર થઈ ગઈ. 2024માં તે વધીને 9.4 લાખ એકર થઈ ગયું છે. અહીં, વકફ બોર્ડને લઈને બનેલી જેપીસીએ વકફ બોર્ડ સુધારા બિલ, 2024 પર ઈમેલ અને લેખિત પત્ર દ્વારા સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. સમિતિના સત્તાવાર સ્ત્રોત અનુસાર, 18 સપ્ટેમ્બર, 2024 સુધી, સમિતિને વક્ફ બોર્ડ સંશોધન બિલ, 2024 પર 91,78,419 ઈ-મેલ પ્રાપ્ત થયા હતા.

Don`t copy text!