દિલ્હી સરકાર મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. તેને મહિલા સન્માન યોજના નામ આપવામાં આવ્યું છે. 18 વર્ષની વય પૂર્ણ કરનાર દરેક મહિલાને આ યોજનાનો લાભ મળશે.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે આ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ યોજના માટે રજીસ્ટ્રેશન આજથી જ શરૂ થશે.કેજરીવાલે એમ પણ કહ્યું કે ચૂંટણી બાદ મહિલાઓને દર મહિને અપાતી રકમ વધારીને ₹2100 કરવામાં આવશે.
કેજરીવાલે 10 ડિસેમ્બરે ઓટો ડ્રાઈવરો માટે 4 જાહેરાત કરી હતી.
- 1. ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે.
- 2. હોળી અને દિવાળી પર યુનિફોર્મ બનાવવવા માટે અઢી-અઢી હજાર રૂપિયા આપવામાં આવશે.
- 3. 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવશે.
- 4. ઓટો ડ્રાઈવરોના બાળકોને કોચિંગ માટે રૂપિયા આપવામાં આવશે.
AAP દિલ્હીમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે
- આવતા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળોને ફગાવી દીધી હતી. AAPના વડા કેજરીવાલે કહ્યું છે કે આમ આદમી પાર્ટી પોતે એકલા હાથે જ ચૂંટણી લડશે.
- બુધવારે સમાચાર આવ્યા કે AAP દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 15 સીટો આપવાનું વિચારી રહી છે, પરંતુ કેજરીવાલે X પર એક પોસ્ટ દ્વારા ગઠબંધનની વાતને ફગાવી દીધી હતી.
- AAPએ અત્યાર સુધી 31 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. 2020ની ચૂંટણીમાં 27 સીટો પર AAPના ધારાસભ્યો હતા જ્યારે 4 સીટો પર બીજેપીના ધારાસભ્યો હતા. આ વખતે AAPએ 27માંથી 24 ધારાસભ્યોની એટલે કે 89%ની ટિકિટ કાપી નાંખી છે.