બેંગલુરુ,
બેંગલુરુ પોલીસે ત્રણ મહિના પહેલા શહેરના એક અપાર્ટમેન્ટના ચોથા માળેથી પડીને બાળકના મોત મામલે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ દ્વારા દાખલ કરવામા આવેલા આરોપ પત્ર અનુસાર બાળકની હત્યા કરવામા આવી હતી. ડેટિંસ્ટ માતાએ ઓટિજ્મ બિમારીથી પીડિત પોતાની ચાર વર્ષની દિકરીને લગભગ ૫૦ ફુટની ઊંચાઈએથી ફેંકી દીધી હતી, જે બાદ તેનું મોત થઈ ગયું હતું.
આ ઘટના ઓગસ્ટ મહિનામાં બેંગલુરુના સંપનગિરામા નગરમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં થઈ હતી. આ મામલામાં પોલીસે માતા ડો. સુષમા ભારદ્વાજ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃત બાળકી બાલાકૃષ્ણા (૪) ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડિત હતી. આ બિમારીના કારણે તેને બોલવામાં તકલીફ પડતી હતી અને સાથે જ માનસિક સમસ્યા પણ હતી.
આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, તેમની બિમાર દીકરીને દરરોજ ઓટિઝ્મની થેરેપી માટે લઈ જવી પડતી હતી. જેના કારણે તેની પર્સનલ લાઈફમાં ખૂબ જ ખલેલ પડતી હતી. દીકરીની આ બિમારીથી ત્રસ્ત મહિલાએ તેના એપાર્ટમેન્ટના ચોથામાળેથી ફેંકી દીધી હતી.
સંપનગિરામા નગર પોલીસ સ્ટેશનમા વિસ્તૃત તપાસમાં આરોપી મહિલા વિરુદ્ધ ૧૯૩ પાનાનું આરોપ પત્ર દાખલ કર્યું છે. પોલીસ સ્ટેશનના ઈંસ્પેક્ટર રાજેશ આર કે અનુસાર આરોપી સુષમા ભારદ્વાજા ડેન્ટિસ્ટ છે. પોલીસે દાવો કર્યો છે. આરોપી ડોક્ટરે એટલા માટે આવું પગલુઁ ભર્યું કેમ કે આ બાળકીના આવી હાલતને લઈને તેને પર્સનલ લાઈફ ખરાબ થઈ ગઈ હતી.