
સુરત: સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે રામજીનીવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સચિન બુડિયા ચોકડી પાસે સમસ્ત કોળી દ્વારા સામાજિક, શૈક્ષણિક કાર્ય માટે વાડી બનાવવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં સી આર પાટીલે દીકરીઓની અસમતુલાને લઈ નિવેદન છે. દીકરીની સંખ્યામાં ઘટાડો થશે તો અહીં બેઠેલી બહેનને ઘરના દરવાજાને તાળું મારીને બેસવું પડશે. સાથે સરકાર દ્વારા દીકરીઓ માટે આપવામાં આવતા લાભ વિશે જણાવ્યું હતું કે આપણે ભેગા થયા સમાજ ની વાત થવી જોઈએ. મોદીએ ખુબજ સારી યોજનાઓ છે.
મોદીની વીમા ની યોજના છે.બહેન માટે ખુબજ ઉપયોગી છે. 20 રૂપિયાના વીમામાં બહેનને 2 લાખ રૂપિયા મળે છે. વિધવા સહાય માં 12 રૂપિયા મળે છે. બધા ભાઈઓનો 100% 20 રૂપિયાની વીમો ઉતારો જોઈએ. નવસારી લોકો સભામાં 7 વિધાનસભામાં 10 વર્ષની અંદરની સુકન્યા વીમો કરી આપ્યો છે.