ડિંગુચા પરિવાર મૃત્યુ કેસ મામલે કેનેડા પોલીસ એક્શનમાં, ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક સ્થળોએ હાથ ધરી તપાસ

અમદાવાદ, કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના ૪ સભ્યોના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડિંગુચાના પટેલ પરિવારના મોત મામલે કેનેડા પોલીસની ટીમે ગુજરાત ધામા નાખ્યા છે. કેનેડા પોલીસીની ટીમે ગુજરાતમાં તપાસ શરૂ કરી છે. કેનેડા પોલીસની ટીમ સ્થાનિક પોલીસની સાથે મળીને અમદાવાદ અને અન્ય શહેરોમાં તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડા પોલીસની ટીમ કેટલાક લોકોની પૂછપરછ કરી છે. આપને જણાવી દઈએ કે, જાન્યુઆરી ૨૦૨૨માં બોર્ડર ક્રોસ કરતી વખતે ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા હતા.

૧ વર્ષ અગાઉ અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતુ. આ તરફ અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.

ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, ડીંગુચાનો પરિવાર પહેલા દુબઈ ગયો અને બાદમાં ટોરેન્ટો ગયા હતા. જોકે વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, વીનીપેગ ખાતે એજન્ટોએ આ પરિવારને છોડી દીધા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ ૬૦થી ૬૫ લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.

મહત્વનું છે કે, અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં વધુ બે ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરાઈ હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા બંને ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ ૧૦ વર્ષથી એજન્ટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આ ઇસમોએ વીનીપેગ ખાતે એજન્ટોએ પરિવારને છોડી દીધા હતા. આ સાથે તપાસમાં સામે આવ્યું હતું કે, ૧૧ લોકોને અત્યાર સુધીમાં કેનેડા-અમેરિકા મોકલ્યા હતા.