- કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, જયંત ચૌધરી આવનારા દિવસોમાં એનડીએમાં સામેલ થઈ શકે છે.
લખનૌ, મહારાષ્ટ્રમાં એક વર્ષ બાદ ફરીથી મોટો ખેલા થયો છે અને વિપક્ષના નેતા રહેલા અજીત પવાર રવિવાર ડેપ્યુટી સીએમ બની ગયા. એટલું જ નહીં તેમની સાથે અન્ય ૮ નેતા પણ મંત્રી બની ગયા. તેમનું કહેવું છે કે, એનસીપીના ૪૦ ધારાસભ્યો સાથે છે, જે ભાજપ સરકારને સપોર્ટ કરી રહ્યા છે. આ દરમ્યાન ઉત્તર પ્રદેશમાં પણ એક મોટો ઉલટફેર થઈ શકે છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડનારા રાલોદ નેતા જયંત ચૌધરી ભાજપ સાથે આવી શકે છે. રાલોદના આવવાથી ભાજપ પશ્ર્ચિમ યૂપીમાં વધારે મજબૂત થઈ જશે. આ ઉપરાંત દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં જાય મતદારો વચ્ચે સારી એવી પકડ મજબૂત થશે.
સૂત્રોનું કહેવું છે કે, જયંત ચૌધરીએ રવિવારે દિલ્હીમાં એક કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી હતી. બે કલાક સુધી ચાલેલી આ મીટિંગમાં જયંત ચૌધરી એનડીએમાં સામેલ થવાની ચર્ચા તેજ થઈ ગઈ છે. એટલું જ નહીં રવિવારે યૂપી આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, જયંત ચૌધરી આવનારા દિવસોમાં એનડીએમાં સામેલ થઈ સકે છે. તેમણે કહ્યું કે, જયંત ચૌધરી પટનામાં થયેલી વિપક્ષની મીટિંગમાં પણ નહોતા ગયા. તો વળી અખિલેશ યાદવ નારાજ છે અને અમારી સાથે આવી શકે છે. આવી જ રીતે જો જયંત ચૌધરી પલ્ટી મારીને ભાજપ સાથે આવશે, તો પછી વિપક્ષની એક્તાને એનસીપીમાં ફુટ બાદ થોડા જ દિવસોમાં બીજો મોટો ઝટકો લાગશે.
થોડા દિવસથી અખિલેશ યાદવ અને જયંત ચૌધરીના સંબંધમાં ખટાશ આવી રહી છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીથી બંને પાર્ટી સાથે છે, પણ કંઈ ખાસ સફળતા મળી નહીં. ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટીએ મળીને ચૂંટણી લડી હતી, પણ કોઈ મોટી સફળતા હાથ લાગી નહીં. બાદમાં સંબંધ ખાસ બગડ્યા નહીં, પણ નગર નિગમ ચૂંટણીમાં બંને પાર્ટી વચ્ચે સમાધાન થઈ શક્યું નહીં. ત્યાર બાદથી અખિલેશ અને જયંત વચ્ચે ખટાશ આવવા લાગી. બાદમાં આ ખટાશ એટલી વધી ગઈ કે, જયંત ચૌધરી ૨૩ જૂને પટનમાં થયેલી વિપક્ષની મીટિંગમાં હાજર ન રહ્યા. તેમણે કહ્યું કે, તે પહેલાથી નક્કી છે કે તે એક પારિવારીક કાર્યક્રમ હશે.
એટલું જ નહીં ૧ જુલાઈએ અખિલેશ યાદવના જન્મદિવસ પર જયંત ચૌધરીને શુભકામના આપવા માટે એક પણ ટ્વિટ ન કર્યું. તો વળી માયાવતી અને સીએમ યોગી આદિત્યનાથે પણ સપા નેતા માટે ટ્વિટ કર્યા હતા. ત્યારે આવા સમયે જયંત ચૌધરીએ આગામી એક્શનને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આરએલડીના સૂત્રોએ કહ્યું કે, આરએલડીએ એક નેતા માટે રાજ્યસભા સીટ આપવા માટેના મુદ્દા પર બંનેમાં મતભેદ થઈ ગયા હતા. બાદમાં આ વર્ષે મેમાં શહેરી નગર નિગમની ચૂંટણીમાં આ ટકરાવ વધારે થયો. આરએલડી આ વાત પર નારાજગી હતી કે, તેને એક પણ મેયર સીટ સપા તરફથી ઓફર ન આપી. ખાસ કરીને મેરઠની સીટને લઈને બંને વચ્ચે વધારે તણાવ હતો.
આ જ કારણ હતા કે, નગર નિગમ ચૂંટણીમાં જ્યારે અખિલેશ યાદવ પ્રચાર માટે વેસ્ટ યૂપી આવ્યા તો, જયંત ચૌધરી સાથે નહોતા દેખાયા. કહેવાય છે કે, ભાજપ તરફથી જયંત ચૌધરીને કંઈક ઓફર આપી છે, પણ અત્યાર સુધી કોઈ સહમતિ નથી બની. અહીં ઉલ્લેખનિય છે કે, પશ્ર્ચિમ યૂપીમાં રાલોદના જાટ અને મુસ્લિમ વર્ગ વચ્ચે જનાધાર રહ્યો છે. ત્યારે આવા સમયે રાલોદ જો ભાજપ સાથે જાય છે, તો ફરી એ લોક્સભા ચૂંટણીમાં સારો ફાયદો મળશે. ગાજિયાબાદથી લઈને સહારનપુર સુધી તેને કેટલીય સીટો પર લીડ મળશે.