દિગ્ગજ અભિનેત્રીને ૬ મહિનાની સજા, કોર્ટે દંડ પણ કર્યો

નવીદિલ્હી, દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા જયાપ્રદાને ચેન્નાઈની એક કોર્ટે દોષિત ઠેરવ્યા છે. તેમને છ મહિના માટે જેલની સજા થઈ છે. કથિત રીતે તેમના પર પાંચ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. અત્રે જણાવવાનુંકે તેમના પર તેમના થિયેટરમાં કામ કરનારાઓને ઈએસઆઈના પૈસા ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કથિત રીતે તેમના બિઝનેસ પાર્ટનર રામકુમાર અને રાજાબાબુ પણ દોષિત ઠર્યા છે.

જયા પ્રદાનું ચેન્નાઈમાં એક થિયેટર હતું જે બંધ થી ગયું. બાદમાં થિયેટરકર્મીઓએ જયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કર્મચારીઓના પગાર કાપવામાં આવ્યા અને ઈએસઆઈના પૈસાની ચૂકવણી નહીં કરવાની ફરિયાદ થઈ. તેમના આરોપ હતો કે સરકારી વીમા નિગમને ઈએસઆઈના પૈસા આપવામાં ન આવ્યા.

કથિત રીતે લેબર ગવર્નમેન્ટ ઈન્શ્યુરન્સ કોર્પોરેશને જયા પ્રદા અને તેમના સહયોગીઓ વિરુદદ્ધ ચેન્નાઈના એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો. એ પણ સૂચન આપ્યું કે અનુભવી અભિનેત્રીએ પણ આરોપોને સ્વીકાર્યા છે અને કેસને ફગાવવાની માંગણી કરતા બાકી રકમ ચૂકવવાનું વચન આપ્યું છે. જો કે કોર્ટે તેમની અપીલ ફગાવી દીધી અને દંડ સાથે જેલની સજા પણ સંભળાવી છે.

જયા પ્રદા ૭૦ના દાયકાના અંત, ૮૦ના દાયકા અને ૯૦ના દાયકાની શરૂઆતમાં હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક હતી. ઓછી ઉંમરમાં સાઉથ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ જયા ૧૯૭૯માં સરગમ ફિલ્મથી બોલીવુડમાં આવી અને લોકપ્રિય બની ગઈ. તેમણે કામચોર (૧૯૮૨), શરાબી (૧૯૮૪), મક્સદ (૧૯૮૪), સંજોગ (૧૯૮૫), આખિરી રાસ્તા (૧૯૮૬), એલાન એ જંગ (૧૯૮૯), આજ કા અર્જૂન (૧૯૯૦), થાનેદાર (૧૯૯૦), મા (૧૯૯૧) અને અનેક તેલુગુ ફિલ્મો કરી છે.