દીદી આવાસ યોજના અને શૌચાલયના પૈસા ખાઇ ગઇ,તપાસ પર બોલે છે કે સરકાર મારી દુશ્મન છે : નડ્ડા

કોલકતા,

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કર્યા છે.તેમણે બેનર્જી પર ભ્રષ્ટ્રાચારનો પણ આરોપ લગાવ્યો.નદિયાની એક જાહેરસભામાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે અહીં આવાસ યોજના અને શૌચાલયના પૈસા ખાઇ ગયા.મનરેગામાં પણ અહીં ભ્રષ્ટ્રાચાર થયો છે.દીદીએ બંગાળની શું હાલત કરી રાખી છે.જયારે તપાસ થઇ તો બોલો છે કે ભારત સરકાર મારી દુશ્મન છે.અને ચોરી પણ કરવી છે અને સીનાજોરી પણ.

એ યાદ રહે કે મેધાલય,નાગાલેન્ડ અને ત્રિપુરામાં યોજાનાર વિધાનસભા ચુંટણીની તારીખોની જાહેરાત થતા જ એકવાર ફરકી નેતાઓ વચ્ચે વાર પલટવારનો દૌર શરૂ થઇ ગયો છે.આ પહેલા મમતા બેનર્જીએ મેધાલયના ઉત્તરી ગારો હિલ્સ જીલ્લાના મેંદીપથારમાં એક મોટી ચુંટણી રેલીને સંબોધિત કરવા દરમિયાન ભાજપ પર પ્રહારો કર્યા હતાં આદિવાસી કલાકારોની વચ્ચે પહોંચેલ મુખ્યમંત્રી બેનર્જીએ ખુદને તેમના મોટા હિતૈષી બતાવ્યા.

રેલી દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભાજપ બે ચહેરાવાળી પાર્ટી છે.આ પાર્ટી ચુંટણી દરમિયાન કંઇક કરે છે અને ચુંટણી બાદ કંઇ બીજુ કરે છે.બેનર્જીએ કહ્યું કે જો તમે ભ્રષ્ટ્ર અને બદનામ સરકારને બદલવા માંગતો હોય તો ટીએમસીનો કોઇ વિકલ્પ નથી.