ડિબેટમાં મૌલાના અને ધર્મગુરુ વચ્ચે થઈ બબાલ, એક્ધર સાથે થઈ ધક્કામુક્કી

નવીદિલ્હી,

ટીવી ન્યૂઝમાં તમે અલગ અલગ મુદ્દાઓ પર થતી ડિબેટ જોઈ જ હશે. કેટલીક ડિબેટ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતી હોય છે. પણ કેટલીકવાર આવી ડિબેટ મારામારી સુધી પહોંચી જાય છે. હાલમાં આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક હિન્દુ ધર્મગુરુ અને મૌલનાઓ વચ્ચે ભયંકર લડાઈ થતી જોવા મળી રહી છે. એક ખાનગી ન્યૂઝ ચેનલમાં થઈ રહેલી ડિબેટ દરમિયાન આ ઘટના બની હતી. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં રામ મંદિરને લઈને એક ડિબેટ થઈ રહી છે. તે દરમિયાન ન્યૂઝ એક્ધરના એક સવાલ પર ધર્મગુરુ ટીવીના માધ્યમથી દર્શકોને કઈક સમજાવી રહ્યા છે. પણ તેમની સામે ઉભેલા મૌલાના તેમને વચ્ચે ટોકે છે. તે એક્ધરને કહે છે કે, તમે કેવા-કેવા લોકોને તમારા શોમાં બોલાવી લો છે. આટલુ સાંભળતા જ ધર્મગુરુ પોતાનો સંયમ ખોઈ બેસે છે. ધર્મગુરુ મૌલાના તરફ ગુસ્સામાં આગળ વધે છે, તેને શાંત પાડવા આવતા એક્ધરને પણ ધર્મગુરુ ધક્કો મારે છે. આ દરમિયાન મૌલાના અને ધર્મગુરુ વચ્ચે ઘર્ષણ પણ થાય છે. એક્ધર અને અન્ય સ્ટાફ દ્વારા તેમને શાંત કરવામાં આવે છે. જો કે અંતે મૌલાના અને તેમના સાથી શો છોડીને જતા રહે છે.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભવિષ્ય આવી જ હશે ડિબેટ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ક્યા સીન હૈ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કોઈ શરમ બચી નથી.