સંતરામપુર,
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે તાજેતરમાં શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. ડાયટના પ્રાચાર્ય ડો.કે.ટી.પોરાણીયા ના માર્ગદર્શન હેઠળ સંતરામપુર ડાયટમાં તાલીમ મેળવી રહેલા ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન તેના આયોજક સિનિયર લેક્ચરર ડો. હર્ષદ પટેલે વિદ્યાર્થીને સ્થાપત્ય કળા ભૂગોળ પર્યટન સ્થળો વગેરે વિશેના પ્રત્યક્ષ જ્ઞાન મળે તેવું આયોજન કર્યું હતું. આ પ્રવાસનું આયોજન સરકારના ખર્ચે યોજવામાં આવ્યો હતો. પ્રવાસમાં કુલ 50 જેટલા તાલીમાર્થીઓ ભાગ લઇને કઈક નવું જાણવાનું મેળવ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં ઇડર ખાતે આવેલ ડાયટની મુલાકાત દરમ્યાન ડો કે.ટી.પોરાણીયા ે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રવાસ અંગે માહિતી આપી હતી. ડાયટ ઇડરની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થના અને અભિનય ગીત રજૂ કરી સૌનું સ્વાગત કર્યું હતું. ઇડરમાં અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલા ઇડરિયા ગઢની મુલાકાત સહિત કોટેશ્ર્વર મહાદેવ મંદિર, અંબાજી-ગબ્બર,જેસોર રીંછ અભયારણ્ય, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણકી વાવ, ઊંઝા, મહુડી,બેચરાજી, વગેરેની મુલાકાત લઈ તેનો શિક્ષણમાં કેવી રીતે વિનીયોગ કરવો તે વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. આ સ્થળોની માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી હોય સ્થળ વિશે તાલીમાર્થીઓને રૂબરૂ જઈને મુલાકાત દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં ડાયટ સંતરામપૂરના તમામ સ્ટાફનો સહયોગ સાંપડ્યો હતો.