- પંચમહાલ લોકસભાના સંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગો ના કામની સમીક્ષા કરીને રૂપરેખા તૈયાર કરવામાં આવી.
સંતરામપુર, વિશ્ર્વના ત્રીજા નંબરનું અને દેશના પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક રૈયોલી ગામને પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ દ્વારા આદર્શ ગામ યોજના હેઠળ આદર્શ ગામ બનાવવા માટે ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વિભાગના કામોની સમીક્ષા કરીને દરેક વિભાગના અધિકારી ઓને સૂચનાઓ આપવામાં આવી અને નવા વિકાસ કામોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ, બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક અને નાયબ કલેકટર બાલાસિનોર વિરપુર તેમજ મહીસાગર જીલ્લા માંથી ઉપસ્થિત જીલ્લાના અધિકારીઓ બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ, પ્રતિનિધિ કિરીટભાઈ ચૌહાણ જીલ્લા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ બીપીનભાઈ પરમાર, રૈયોલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય પ્રવિણસિંહ ચૌહાણ, મહીસાગર જીલ્લા ભાજપ રૈયોલી ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ કે.કે.વણકર તેમજ ડેપ્યુટી સરપંચના પ્રતિનિધિ યશપાલસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય ગ્રામજનો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.