દ્વારકાધીશમાં છઠ્ઠી ધજાના નિર્ણયને લઇ ’ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજ’ની નોટિસ, કલેક્ટર તથા દેવસ્થાન સમિતિ પાસેથી ખુલાસા માંગ્યા

  • છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને નોટિસ
  • કલેક્ટર, દેવસ્થાન સમિતિ પાસેથી ખુલાસાઓ માંગ્યા
  • ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે પાઠવી નોટિસ

જગતમંદિર દ્વારકા મંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના નિર્ણયને લઈને બ્રહ્મ સમાજે કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ પાઠવી છે. વિગતો મુજબ સમાજને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજાનો નિર્ણય લેવાતા નોટિસ પાઠવી હોવાનું સામે આવ્યું છે. 

દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઈ વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ દ્વારકા મંદિરમાં ધ્વજા ચઢાવવાનો હક માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. જોકે તાજેતરમાં દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઇ નિર્ણય લેવાતા હવે વિવાદ થયો છે. જેમાં ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજાનો નિર્ણય લેવાતા ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે નોટિસ પાઠવી છે. 

ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધજાના નિર્ણયને લઈ કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં સમાજને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. જેથી ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસાઓ આપવાની તાકીદ કરી છે.