
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણસર આત્મહત્યા કરી લીધી છે. મહિલા કોન્સ્ટેબલ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. રીટાબેન ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણસર આત્મહત્યા કરી હતી.
જીવનરક્ષણ કરનાર પોલીસે જ આત્મહત્યા કરતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. તેમણે અગમ્ય કારણસર ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ દિશામાં ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસના ભાગરૂપે મૃતક રીટાબેનનો મોબાઇલ ફોન પોલીસે તેમના કબ્જામાં લીધો છે. તેની સાથે તેમની કોલ ડિટેલ્સના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમા છેલ્લો કોલ કોને કર્યો હતો અને તેની ચકાસણી થશે. આ ઉપરાંત તેમના સગાસંબંધીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તેમની આથક સ્થિતિ અંગે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત પ્રેમપ્રકરણની સંભાવનાને પણ પોલીસ તલાશી રહી છે. આ પહેલા અમુક મહિલા કોન્સ્ટેબલોએ પ્રેમપ્રકરણમાં નિષ્ફળ જવાના પગલે આત્મહત્યા કરી હતી. તેથી પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.