- ટી ૨૦ ફોર્મેટમાં અલગ કેપ્ટન અને કોચ રાખવા અંગે વિચારણા.
બીસીસીઆઇ હવે ટી ૨૦ ફોર્મેટમાં અલગ કેપ્ટન અને અલગ કોચ રાખવા પર વિચાર કરી રહી છે. જો આમ થાય તો હાર્દિક પંડ્યાને સુકાનીપદ મળી શકે છે, જ્યારે કોચ પદ માટે પૂર્વ સ્ટાર ક્રિકેટરો આ પદ માટે અનુકૂળ ઉમેદવાર સાબિત થઇ શકે છે.
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં હાર બાદ ટીમ ઈન્ડિયાના આ ફોર્મેટમાં રમવાની રીત બદલવાની માંગ ઉઠી હતી. હવે એવા સંકેતો મળી રહ્યા છે કે બોર્ડ ટી ૨૦ ફોર્મેટ માટે અલગ કેપ્ટન અને અલગ કોચની નિમણૂક સહિત કેટલીક મોટી કાર્યવાહી કરી શકે છે, જેથી સમગ્ર આયોજન અલગ રીતે કરી શકાય. સાથે જ રાહુલ દ્રવિડને માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટની જ જવાબદારી સોંપવામાં આવશે. જો આવું થાય છે, તો ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં તે પ્રથમ વખત બનશે, જ્યારે સત્તાવાર રીતે એક જ સમયે બે કોચની નિમણૂક કરવામાં આવશે. જો ટી ૨૦ ફોર્મેટને નવી ગતિ આપવી હોય, તો કેટલાક એવા નામો છે જે ટીમ ઈન્ડિયાના કોચ અથવા મેન્ટર બની શકે છે અને ટી૨૦ ફોર્મેટમાં નવી ગતિ આપી શકે છે.
ટીમ ઈન્ડિયાને ત્રણ આઇસીસી ટ્રોફી જીતાડી ચુકેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ પદ માટે સૌથી યોગ્ય છે. વર્તમાન યુગના મોટાભાગના ખેલાડીઓ તેની સાથે અથવા તેની નીચે રમ્યા છે, તેથી તે બધાને સમજે છે. આ સાથે સ્જી ધોની પાસે મોટી ટૂર્નામેન્ટનો અનુભવ પણ છે. તે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં થોડો સમય ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલો હતો, ૨૦૨૨ વર્લ્ડ કપ પછી પણ માનવામાં આવી રહ્યું હતું કે તે કોઈ રીતે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. ટી ૨૦ ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવાની ચર્ચા છે. બ્રેક બાદ જ્યારથી તેણે વાપસી કરી છે ત્યારથી તે શાનદાર ફોર્મમાં છે અને તેની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ટાઇટલ પણ જીતી ચૂકી છે, એવામાં ય્નો કોચ આશિષ નેહરા પણ આ પદ માટે ઘણો લાયક છે. આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સનો મુખ્ય કોચ છે, હાર્દિક-આશિષની જોડી ટી ૨૦ ફોર્મેટમાં કમાલ કરી શકે છે.
રાહુલ દ્રવિડની ગેરહાજરીમા એનસીએના ડિરેક્ટર ફફજી લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચની ભૂમિકા નિભાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે પણ શક્ય છે કે બીસીસીઆઇ તેને ટી ૨૦ ફોર્મેટની જવાબદારી સોંપી શકે છે, તેણે આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર હાર્દિક પંડ્યા સાથે પણ કામ કર્યું છે. આ ઉપરાંત, તેણે આઇપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે કામ કર્યું છે.૨૦૦૭ ટી ૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ વનડે વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીરે નેતૃત્વની ભૂમિકામાં પોતાને સાબિત કરી બતાવ્યું છે. પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે કેપ્ટન તરીકે, બાદમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે મેન્ટર તરીકે, તેણે ટીમને આગળ વધારી છે. ગૌતમ ગંભીરના આક્રમક અભિગમથી ટીમ ઈન્ડિયાને ટી ૨૦ ફોર્મેટમાં ફાયદો થઈ શકે છે.
જો આપણે સ્થાનિક કોચ સિવાય વિદેશી કોચના વિકલ્પ પર નજર કરીએ તો આઇપીએલમાંથી જ ઘણા મોટા નામો બહાર આવી શકે છે. પરંતુ શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને ટીમ ઈન્ડિયા માટે અનુકૂળ હોઈ શકે છે કારણ કે તેણે આઇપીએલમાં ઘણા ખેલાડીઓ સાથે કામ કર્યું છે. ઉપરાંત, માર્ગદર્શક તરીકે તેનો રેકોર્ડ પણ સારો છે, જોકે આ માટે તેણ આઇપીએલ અથવા અન્ય લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી છોડવી પડશે.