
ગોધરા,ધીરે ધીરે ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ તથા મોટાપાયે આયોજીત મોતીબાગ,પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, કુમકુમ, ચાંદની ચો, કાછીઆવાડના ગ્રાઉન્ડમાં નવરાત્રીનો રંગ અને રંંગત જામતી જાય છે. યુવાવર્ગ અવનવા પોષાક અને સ્ટાઈલમાં સજજ બનીને કલાકો સુધી ગરબાની રમઝટ માણવા આતુર બનેલા જોવા મળે છે. બીજી તરફ શહેરમાં રાત્રી દરમિયાન વાહનોની અવરજવરથી માર્ગો ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે.

હિંદુ સમાજના અતિ પવિત્ર અને નવ-નવ દિવસ સુધી આસ્થાનું કેન્દ્ર ગણાતા નવરાત્રી પર્વને અનુલક્ષીને શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ હોય છે. ખાસ કરીને યુવાવર્ગ નવલી નવરાત્રીને માણવા માટે દિવસો પૂર્વે થનગનાટ અનુભવીને વિવિધ પોષાક સહિતની સામગ્રી ખરીદવા માટે સજજ બને છે. અને સળંગ નવ દિવસ સુધી મિત્ર મંડળો સાથે વિવિધ ગરબા ગ્રાઉન્ડમાંં ગરબા રમીને આનંદ પ્રમોદ માણે છે. તે રીતે ગોધરા શહેરમાં પણ નવરાત્રીનો ક્ેઝ જામેલ જોવા મળે છે. શહેરના વિવિધ વિસ્તારોમાંં આવેલ સોસાયટીઓ તથા અન્ય ખુલ્લા પાર્ટી પ્લોટમાંં વિવિધ આયોજકો દ્વારા ગરબાની રંગતનું આયોજન કરીને એક-એકથી ચડિયાતા ગાયકોને નિમંત્રણ પાઠવીને યુવા વર્ગને આકર્ષવાનો પ્રયત્ન કરવામાંં આવ્યો છે. ખાસ કરીને આજે ત્રીજા દિવસે ધીરેધીરે શહેરમાંં નવરાત્રીનો રંગ જામતો જાય છે. ખાસ કરીને યુવાવર્ગ રાત્રીના મિત્ર મંડળો સાથે કાછીઆવાડ, બસ સ્ટેશન, બામરોલી રોડ, પેટ્રોલ પંંપ વાવડી સહિતના વિસ્તારોમાં લાગેલા ખાણીપીણીના સ્ટોલ ઉપર વિવિધ ફરસાણોની જાયફત માણવા પહોંચી જાય છે અને કલાકો સુધી લોકટોળા જામેલા જોવા મળે છે. ખાસ કરીને આગામી અંતિમ પાંચ દિવસોની રાત્રી દરમિયાન નવરાત્રીનો ગોધરા શહેરમાં કઈંક અલગ જ માહોલ અને અંંદાજ જોવા મળશે. જેમાં ખાસ કરીને મોતીબાગ,પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, કુમકુમ, ચાંદની ચો, કાછીઆવાડ ખાતે મોટા આયોજન કરવામાં આવતાં ખૈલેયો માટે એક આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. ખાસ કરીને રાત્રીના 12 થી 1 કલાક દરમિયાન પોતપોતાની સોસાયટી તથા શેરી મહોલ્લામાં આયોજીત ગરબાની રમઝટ માણ્યા બાદ મોટા ગ્રાઉન્ડમાંં પહોંચી જઈને ગરબાનો આનંદ માણતા જોવા મળે છે.

નવરાત્રિ સાંભળતા જ પગ આપમેળે થનગનાટ કરવા લાગે છે. નવરાત્રિ મહોત્સવની આમ તો સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે, પરંતુ વાત નવરાત્રિની આવે અને તેમાં પણ ગોધરાના નવદુર્ગા સાથે જોડાયેલી હોય ત્યારે તેનો મોહાલ જ કંઇક અલગ હોય છે. પ્રત્યેક ગોધરા શહેરીજનોમાં નવરાત્રીનો એક અનોખો અને અનેરો જાદૂ છવાયેલો છે અને એટલા માટેજ ગોધરાના અમદાવાદ હાઇવે ઉપર આવેલા મોતીબાગ ખાતે નવદુર્ગા ગરબા મહોત્સવમાં નાના ભુલકાથી માંડીને મોટેરા ગરબે ઘૂમતા હોય છે.દરરોજ રાત્રે ગોધરા શહેરમાં ગરબા રસિકોમાં એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. માતા આદ્યશક્તિની આરાધના કરતા-કરતા ગોધરા શહેરના મોતીબાગ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય છે અને ઢોલના તાલે અને હેમંત ચૌહાણના સ્વરે વિવિધ પ્રકારના ગરબા ગવાય છે અને માત્ર ખેલૈયાઓ જ નહીં પરંતુ ગરબા નિહાળવા માટે આવતા દર્શકોમાં પણ એક અનોખો ઉમંગ અને ઉત્સાહ નવરાત્રિ દરમિયાન જોવા મળતો હોય છે. ગોધરા શહેરના મોતીબાગ ખાતે નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમાં ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. તેમની સાથે આવેલા લોકો અને અન્ય ગરબા પ્રેમીઓની ગરબા નિહાળવા માટેની વિશાળ ભીડ નવરાત્રી દરમિયાન જોવા મળતી હોય છે. ગોધરા શહેરમાં અમદાવાદ હાઇવે પાસે આવેલા મોતીબાગ ખાતે નવદુર્ગા નવરાત્રી મહોત્સવના બીજા દિવસે પણ ગોધરાના પ્રતિષ્ઠિત અગ્રણીઓ દ્વારા જગતજનની માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં હેમંત ચૌહાણના સ્વરે આરતી ગાવામાં આવી હતી. જ્યારે નવદુર્ગા નવરાત્રીમાં ખેલૈયાઓની સાથે સાથે જે હેમંત ચૌહાણના ફ્રેન્ડ છે, તે હેમંત ચૌહાણ દ્વારા જે ગાવામાં આવતા ગરબાઓને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ વખત ગોધરા શહેરમાં ખેલૈયોની સંખ્યા કરતા પ્રેક્ષકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.