મલેકપુર,
કડાણા તાલુકાના ઢીગલવાડા ગામે ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે શરૂ કરાયેલ કાંકરિયા તળાવ માંથી નાની સિંચાઈ યોજના કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામા આવતું હતું. જૂની કેનાલ હતી એ વખેત ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું કેનાલ રીપેરીંગ કર્યા પછી કોન્ટ્રાક્ટરે લેવલ વગરનું અને હલકી ગુણવત્તા વાળું કામ કરેલ હોઈ ખેડૂતોને પાણી મળતું નથી. કેનાલનો બીપ બનાવ્યા પછી પાણી છોડતામાં જ ગાબડું પડ્યું હોવાનુ સ્થાનિક ખેડુતો જણાવી રહયા છે. આ બાબતે અવાર નવાર ફરિયાદ ઉભી થઇ હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય ધ્યાન અપાયું નથી. હજી કેનાલ નિયમિત રીતે શરૂ થઇ નથી. ત્યાંજ કેનાલની દીવાલના અસ્તર કામમાં ગાબડા પાડવાની શરૂઆત થતા ખેડૂત લાભાર્થીઓમાં રોષની લાગણી ઉભી થઇ છે. આવા ગાબડા મોટા થાય પહેલા તાકીદે એને રિપેર કરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.
કામમાં યોગ્ય ગુણવતા નહિ જાળવવામાં આવતા હવે ગાબડાના રૂપમાં બહાર આવતી જોવા મળે છે. હાલમાં કેનાલમાં પાણી વેડફાઈ રહ્યું છે. જેને લઈ કેનાલમાં કેટલાક ઠેકાણે ધોવાણ થયેલ હોવાનું જોવા મળી રહેલ છે. તેમજ કેનાલના અસ્તર કામમાં પણ વેઠ ઉતાર કામગીરી હોય તેમ અસ્તર કામ ઘણે ઠેકાણે તુટવા માંડ્યું છે.
હાલમાં આ વિસ્તારમાંથી પસાર થતી કેનાલની કેટલીક જગ્યા પૂરાણ ધોવાઇ ગયું છે અને અસ્તર કામ પણ ઉખડી જવા પામેલ છે. આમ ટુકા ગાળામાં કેનાલના કામમાં થયેલ ગોબાચારી દેખાવા માંડી છે, એમ કહેવાય પણ ખોટું લેખાશે નથી. જો સત્વરે રિપેરીંગ નહી થાય તો મોટું નુકશાન થાય તેવી શક્યતા જણાઈ રહેલ છે.