નવીદિલ્હી, ધરતી પરનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે જેના કારણે પક્ષીઓની પ્રજનન ક્ષમતા ઉપર અસર પડી રહ્યાની આશંકા વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે વસંત ૠતુ દરમિયાન પક્ષીઓનો પ્રજનન કાળ આવવાનો સમયે જ વધી રહેલું તાપમાન તેના માટે અડચણ બને છે. આ અભ્યાસ નેશનલ એકેડેમી ઑફ સાયન્સ પબ્લીકેશનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
યુએસએલએ અને મિશિગન રાજ્યની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે જો પક્ષી બહુ મોડેથી અથવા બહુ ઝડપથી પ્રજનન શરૂ કરે છે તો તેમાં ઈંડા મુકવાની ક્ષમતા ઘટી જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે તાપમાન વધવાથી પક્ષીઓમાં વાતાવરણ સાથે તાલમેલ બેસાડવાની ક્ષમતા પણ ઘટી જાય છે. વૈજ્ઞાનિક કે.જે.યંગલેશે જણાવ્યું કે ૨૧મી સદીનાઅંત સુધી વસંત ૠતુ સમયથી ૨૫ દિવસ પહેલાં આવવા લાગી છે જેના કારણે પક્ષીઓનું પ્રજનન ૬.૭૫ દિવસ પહેલાં થઈ રહ્યું છે. યંગલેઈના જણાવ્યા પ્રમાણે ગાનારા પક્ષીઓમાં પ્રજનન ક્ષમતા ૧૨% સુધી ઘટી ગઈ છે.