
દમણ, દમણના મુસ્લિમ યુવાનોએ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદની તસ્વીર સાથે સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયેજાયેગા જેવી થીમ પર વીડિયો અપલોડ કરાયો હતો. ધાર્મિક ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરતા ભારે રોષ ઉઠ્યો હતો. પોલીસે ગંભીરતાથી તપાસ કરી ચાર યુવાનોની ધરપકડ કરી ગુનો નોંયો છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર દમણ ખાતે રહેતા આસિફ ખાન સહિત યુવાનોએ આજે સોશિયલ મિડીયા થકી ઇન્સ્ટાગ્રામનો દુરઉપયોગ કરી ધાર્મિક ઉશ્કેરણીજનક વીડિયો બનાવી અપલોડ કરી જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાનું ગંભીર કૃત્ય કર્યુ હતું. અપલોડ કરેલા વીડિયોમાં બાબરી મસ્જિદની તસ્વીર પુષ્ઠભૂમિમાં દર્શાવી સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયે જાયેગા જેવી થીમ પર વીડિયો અપલોડ કરાયો હતો. સાથે અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરાયો હતો.
અયોધ્યામાં શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે ઉજવણી કરાયા બાદ આ પ્રકારનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાતા લોકોમાં ભારે આક્રોશ ઉઠ્યો છે. વાયરલ કરાયેલા જુદા જુદા વીડિયો અંગે પોલીસે ગંભીરતાથી તપાસ આદરી હતી. વીડિયો અયોગ્ય અને ધાર્મિક રીતે ઉશ્કેરણીજનક લાઇન ધરાવતો હોવાનું સ્પષ્ટ ફલિત થતા પોલીસે ૨૯૫-એ, ૧૫૩-એ, ૨૯૮, ૫૦૪, ૫૦૫ (સી) સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ચાર યુવાનની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.