![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2022/12/photo_1670486247111.jpeg)
વોશિગ્ટન,
અમેરિકાએ મંગળવારના રોજ કહ્યું હતું કે, વિશ્વનું સૌથી મોટું લોક્તંત્ર ભારત અનેક ધર્મોના લોકોનું ઘર છે અને તે બધા માટે ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાને વળગી રહેવા માટે પ્રોત્સાહિત કરતું રહેશે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર સ્ટેટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક અહેવાલમાં સામે આવેલી ’કેટલીક ચિંતાઓ’નો ઉલ્લેખ કરતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે તેઓ ભારત સહિત તામમ દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ પર નજીકથી નજર દેખરેખ રાખવાનું ચાલું રાખશે.
અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાની વર્તમાન સ્થિતિ માટે ચીન, પાકિસ્તાન અને મ્યાનમાર સહિત ૧૨ દેશોને ’ખાસ ચિંતાના દેશ’ તરીકે જાહેર કર્યા છે. શુક્રવારના રોજ તેની જાહેરાત કરતા અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિક્ધને કહ્યું હતું કે વિશ્ર્વ ભરમાં સરકારો અને બિન સરકારી દળો લોકોને તેમના ધર્મના આધારે હેરાન કરે છે, ધમકાવે છે, જેલમાં ધકેલી દે છે અને ત્યાં સુધી કે કેટલીક વાર તેમની હત્યા પણ કરવામાં આવે છે.
આ યાદીમાં ભારતનો સમાવેશ ન કરવાના પ્રશ્ર્ન પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે, ભારત વિશ્ર્વનું સૌથી મોટું લોક્તંત્ર છે. ત્યાં અનેક ધર્મના લોકો એક સાથે રહે છે. ભારતના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ધામક સ્વતંત્રતા પરની અમારી વાર્ષિક રિપોર્ટમાં સામે આવેલી ચિંતાઓની નોંધ લીધી હતી.
તેમણે કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનું વહીવટીતંત્ર ભારત સરકારને તમામ ધર્મોની ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ર્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાને વળગી રહેવા માટે પ્રોત્સાહિત કરતું રહેશે. તેમણે કહ્યું હતું કે, ’ધાર્મિક સ્વતંત્રતા જાળવવા માટે લેવામાં આવતા પગલા માટે અમે અધિકારીઓ સાથે સંપર્કમાં રહીશું. વિશ્ર્વના બે સૌથી મોટા લોક્તંત્ર (અમેરિકા અને ભારત) તરીકે અમે એક નક્કર પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છીએ.’
પ્રાઈસે કહ્યું હતું કે આ એ જ પ્રોજેક્ટ છે જેનો ઉલ્લેખ અગાઉ સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિક્ધન દ્વારા કરવામાં આવ્યો હતો. અમારા સ્થાપકોની કલ્પના મુજબ આ પ્રોજેક્ટને સંપૂર્ણ ભાગીદારીની જરૂર છે. આ બંને દેશોનો પ્રોજેક્ટ છે. ઉલ્લેખનીય છે કે ભારતે અગાઉ વિદેશી સરકારો અને માનવાધિકાર જૂથો દ્વારા દેશમાં નાગરિક સ્વતંત્રતાના ધીમે ધીમે ઓછી થઈ રહી હોવા અંગેના આરોપોને ફગાવી દીધા હતા. ભારત સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતમાં તમામના અધિકારીનું રક્ષણ કરવા માટે સારી રીતે સ્થાપિત લોક્તાંત્રિક પ્રથાઓ અને મજબૂત સંસ્થાઓ છે.