ધર્મ છુપાવી યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ

પ્રયાગરાજ, અલાહાબાદ હાઈકોર્ટે હાલમાં એક એવી વ્યક્તિને જામીન આપવાનો ઇન્કાર કર્યો જેનાં પર પોતાનો અસલી ધર્મ છુપાવીને લગ્નનો ખોટો વાયદો કરીને પીડિતા સાથે યૌન સંબંધ બાંધવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જસ્ટીસ સૌરભ શ્યામ શમશેરીની ખંડપીઠે જણાવ્યું હતું કે આ એક એવો કેસ છે. જેમાં આરોપીએ ખુદને અલગ ધર્મની વ્યક્તિ બતાવીને પીડીતા સાથે શારીરીક સંબંધ બાંધવા માટે લગ્નનો વાયદો કરો આ લગ્નનો ખોટો વાયદો છે.

આ અંગેની વિગત એવી છે કે પીડિતા જયારે પાંચ મહિના પહેલા આરોપીને મળી હતી ત્યારે આરોપીએ ખુદને વિશાલ તરીકે ઓળખાવ્યો હતો. અને બન્ને વાત કરવા લાગ્યા હતા.આરોપ એ પણ લાગ્યો છે કે યુવતી તેને મળવા બરેલી જતી હતી ત્યાં આરોપીએ તેની અનિચ્છનીય તસ્વીરોને વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર કર્યો હતોત્યારબાદ આરોપી પીડિતાને એક હોટેલમાં લઈ ગયો હતો. જયાં પીડિતાને ખબર પડી હતી કે તેનું અસલી નામ ચાંદબાબુ છે. અને તે મુસ્લીમ ધર્મનો છે. જયારે પીડિતાએ આ બારામાં પૂછયુ તો આરોપીએ પીડિતાને મુસ્લીમ ધર્મ અપનાવવા માટે મજબુર કરી અને તેની સાથે ફરીથી દુષ્કર્મ કર્યુ હતું.પરંતુ પીડિતા આરોપીની ચુંગાલમાંથી છુટીને હોટેલમાંથી ભાગી ગઈ હતી અને આરોપી સામે એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરાઈ હતી જેમાં આરોપીએ યુવતી સામે હનીટ્રેપનો આક્ષેપ મુકી પોતાને ફસાવ્યાનો આરોપ મૂકયો હતો.

આ મામલે હાઈકોર્ટે ફેંસલો આપ્યો હતો કે પુરાવાને જોતા આ મામલો હનીટે્રપનો નથી લાગતો બલકે અરજદાર દ્વારા ખુદને અલગ ધર્મનો વ્યક્તિ બતાવી પીડિતાને ફસાવીને પીડિતાની મરજીની વિરૂદ્ધ શારીરીક સંબંધ બનાવવા અને બાદમાં તેની અનિચ્છનીય તસ્વીરો સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી અપાઈ છે.