બારડે કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોપદ પરથી રાજીનામું આપી દીધું છે.
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ કોંગ્રેસના પીઢ અને શક્તિશાળી ધારાસભ્ય મોહન રાઠવા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોગ્રેસ પાર્ટીને દિગ્ગજ નેતાઓ પાર્ટીઓ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. તાલાળાના ધારાસભ્ય ભગા બારડે પણ હવે કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસની હાલત એક સાંધે અને તેર તૂટે જેવી છે. બારડે કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોપદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપમાં સામેલ થઇ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ છોડવાના મુડમાં જોવા મળ્યા હતા અને બારડે ગઈ કાલે બાદલપરા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને તેમના ભાજપમાં જોડાવવા અંગે ચર્ચા પણ કરી હતી.વિધાનસભાની ચૂંટણી પહેલાં ગીર સોમનાથની તાલાલા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. તાલાલા વિધાનસભા બેઠક પર છેલ્લે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ચૂંટાયા હતાં. ભગવાન બારડે આજે વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો છે. ભાજપમાં જોડાતાની સાથે જ ભગવાન બારડે જણાવ્યુંકે, અમે મૂળ કોંગ્રેસી નથી. અમે તો ઘરવાપસી કરી છે. અમારા મૂળિયા ભાજપ સાથે જોડાયેલાં હતાં. પક્ષ જે કહેશે એ કામ કરીશ. ટિકિટ આપે તો પણ ઠીક અને ટિકિટ ન આપે તો પણ પાર્ટી કહેશે એ કામ કરીશ. હું પ્રધાનમંત્રી મોદીથી પ્રભાવિત છું. પીએમ મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને હું ભાજપમાં જોડાયો છું. પાર્ટી આદેશ કરશે કે ચૂંટણી લડો તો હું ચૂંટણી લડીશ.
ગુજરાત ચૂંટણીમાં રાજકારણના રંગ દેખાઈ રહ્યાં છે. દરેક પાર્ટીમાં રોજ ઉથલપાથલ સર્જાઈ રહી છે. રાજકારણમાં સામ દામ દંડ ભેદ બધુ જ ચાલે છે. ગુજરાત કોંગ્રેસમાં સૌથી સિનિયર નેતા પંજો છોડીને ભાજપમાં જોડાયા હતા, આ વાતને હજું કળ વળી નહોતી ત્યાં કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.
તાલાલાના કોંગ્રેસી ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કહી કેસરિયો ધારણ કર્યો છે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા એમના ફાર્મ હાઉસ ખાતે નજીકના આગેવાનોની બેઠક યોજાઈ હોવાની ચર્ચા વહેતી થઈ છે. આ બેઠકમાં જોડાયેલ તમામના ફોન સ્વીચ ઓફ આવ્યા હતા. વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ હવે આગળ શું કરવું તે અંગે ચર્ચા થઈ. કોંગ્રેસથી લાંબા સમયથી નારાજ ચાલી રહેલ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં આવે તેવી પ્રબળ સંભાવના કોંગ્રેસના આંતરિક સૂત્રો દર્શાવી રહ્યા છે. આગેવાનોની બેઠક બાદ ભગવાન બારડ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે.