પરિપત્રનો અમલન થતા કામદારો ગોધરા લેબર કમિશ્ર્નરની ઓફીસ ખાતે ધારણ પર બેઠા : હાલોલ ખાતે આવેલી ટોટો કંપનીના કામદારો છેલ્લા બે મહિનાથી કંપનીની બહાર બેસીને વિરોધ કરી રહ્યા છે

હાલોલ ખાતે આવેલી ટોટો કંપનીના મેનેજમેન્ટ અને કામદાર વચ્ચે બાંહેધરીપત્ર લખવા બાબતને લઈને કામદારો છેલ્લા બે મહિનાથી કંપનીની બહાર બેસીને વિરોધ કરી રહ્યા છે.જે બાબતે કામદારો દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને  કામદારોએ ફરજ પર હાજર થતાં પહેલા બાહેધરી પત્રક રજૂ કરવાની પૂર્વ શરત રદ કરવી જોઇએ કે કેમ ?”તે બાબતે  ન્યાય નિર્ણય અર્થે નામદાર ઔદ્યોગિક ન્યાય પંચ વડોદરા ને સુપ્રત કરવામાં આવી હતી. આથી સદર જાહેરનામાની વિગતોને ધ્યાનમાં લેતાં સંસ્થાના હડતાલ પર રહેલા તમામ કામદારોને બાંહેધરી પત્રકનો આગ્રહ રાખ્યા વગર તાત્કાલિક જ કામ પર ચઢાવવા માટે એક પરિપત્ર  મદદનીશ શ્રમ આયુક્ત ની કચેરીના લેબર કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

તે છતાં પણ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની મેનેજમેન્ટ દ્વારા કામદારોને કોઈપણ પ્રકારનો નિરાકરણ ન લાવતા આજરોજ ટોટો કંપનીના 350 થી પણ વધારે કામદારો મદદનીશ શ્રમ આયુક્ત ની કચેરી ગોધરા ખાતે ધારણા ઉપર બેઠા હતા. અને જ્યાં સુધી બાહેધરી પરિપત્ર નું નિરાકરણ નહીં લાવવામાં આવે ત્યાં સુધી 350 જેટલા કામદારો કચેરી ખાતે જ બેસી રહેશે જમશે અને ઊંઘશે આ ઉપરાંત 600 જેટલા કામદારો અને તેમની ફેમિલી તથા તેમના સગા સંબંધીઓ અગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં છે.

હાલોલ ખાતે આવેલ ટોટો કંપની એ છેલ્લા દસ વર્ષથી કામ કરતા કામદારોને બાહેધરી પત્રની બાબતને લઈને કંપનીના મેનેજમેન્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. અને છેલ્લા દસ વર્ષથી અમે કંપનીમાં કામ કરી રહ્યા છે. ત્યારે દસ વર્ષ પહેલાં કામ કરતા ત્યારે બાહેધરી પત્ર ન હતું  અને દસ વર્ષ પછી કંપની બાહેધરીપત્ર બહાર પાડ્યું છે. જેમાં અમે સહી કરવા માટે તૈયાર નથી.

છેલ્લા બે મહિનાથી અમે હાલોલ ટોટો કંપનીની બહાર બેઠેલા છે તે છતાં પણ કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી જેને લઈને અમે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી હતી જેથી ગોધરા લેબર કમિશનર દ્વારા લેટર આપવામાં આવેલ છે કે આ કામદારોને બાહેધરી પત્ર વગર કંપનીમાં કામ કરવા માટે લઈ લેવા જોઈએ.તે છતાં પણ ટોટો કંપનીના મેનેજમેન્ટ દ્વારા પરિપત્રને માનવા તૈયાર નથી. અને સરકારથી પણ ઉપરવટ જાય છે.જેથી આજરોજ ગોધરા લેબર કમિશનર ઓફિસ પર આવ્યા છે અને જ્યાં સુધી અમારા પ્રશ્નનું  નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીં અને અહીંથી ઊઠવાના નથી. અને નિરાકરણ આવશે તો જ અહીંથી ઉઠીશું નહીંતર અહીંયા જ રહીશું અહીંયા જમીશું અને અહીંયા જ ઊંઘીશું અમારી માંગ છે કે કંપનીમાં જે બાહેધરી પત્ર બહાર પાડ્યું છે તેના વગર કામદારોને નોકરીમાં લઈ લેવા તેમજ અમારા 15 જણને જે સસ્પેન્ડ કર્યા છે તેને પણ પરત નોકરી ઉપર લેવા અને અમારા મિત્રને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેને પણ પરત લઈ લે તે માટે આજરોજ 350 જેટલા કામદારો લેબર કમિશનર ઓફિસ ખાતે ભેગા થઈને ધરણા ઉપર બેઠા છે.જો અમારા પ્રશ્નો નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે 600 વર્કરો અને 600 વર્કરની ફેમિલી અને તેમના સગા સબંધીઓ અગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.